Home /News /national-international /લખીમપુર ખીરી હત્યાકાંડઃ 24 કલાક બાદ બંને બહેનોના અંતિમસંસ્કાર કર્યા, આશ્વાસન બાદ પરિવારજનો માન્યાં
લખીમપુર ખીરી હત્યાકાંડઃ 24 કલાક બાદ બંને બહેનોના અંતિમસંસ્કાર કર્યા, આશ્વાસન બાદ પરિવારજનો માન્યાં
લખીમપુર ખીરી રેપ અને હત્યાકાંડના આરોપીઓ
Lakhimpur Rape and Murder Case: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. બંને મૃતકના પિતાએ આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરી છે. આ સિવાય મૃતક યુવતીઓના પરિવારજનો એક કરોડ રૂપિયા વળતર અને સરકારી નોકરી માગી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અંતિમ સંસ્કાર ત્યારે જ થશે જ્યારે સરકાર તેમની માગ સ્વીકારશે. ઉલ્લેખનીય છે કે, આ હત્યાકાંડ પછી સમગ્ર ઉત્તર પ્રદેશમાં હોબાળો મચ્યો છે. હાલ પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી છે.
લખીમપુર ખીરીઃ સમગ્ર ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી હત્યાકાંડ મામલે હડકંપ મચી ગયો છે. ત્યારે આ ઘટનામાં આરોપીઓએ બે સગી બહેનોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી છે. હવે આ મામલે પિતાએ આરોપીઓને ફાંસી આપવાની માગ કરી છે. આ વચ્ચે પરિવારજનોએ નોકરી અને વળતરની માગ કરી હતી. ત્યારે મોડી સાંજે પ્રશાસને આશ્વાસન આપ્યું હતું અને પરિવારજનોએ બંને બહેનોના અંતિમસંસ્કાર કર્યા હતા.
બુધવારે રાતે કેસ દાખલ થયો, 6ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી પીડિત પરિવારમાં માતમ છવાયો છે. સપા, બસપા અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળના લોકો પીડિતાના પરિવારજનોના ઘરે જઈને મુલાકાત કરી રહ્યા છે અને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. આ મામલે બુધવારે મોડી રાતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીઓએ ગુનો કબૂલ્યો
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખીરી જપપદના નિઘાસન કોતવાલી વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે બે બહેનોની લાશ ઝાડ પર લટકતી જોવા મળી હતી. ત્યારે પોલીસે આ મામલે 24 કલાકમાં જ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતુ કે, બંને આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો. આ હત્યાકાંડના આરોપી જુનૈદ, સોહેલ, છોટૂ, હાફિઝુલ, આરીફ અને કરીમુદ્દીન છે. તેમાં સોહેલ અને જુનૈદે ગુનાની કબૂલાત કરી છે.
પોલીસે જણાવ્યુ હતુ કે, છોકરીઓને ફોસલાવીને ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં બંને છોકરીઓએ વિરોધ કર્યો છતાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ છોકરીઓએ લગ્ન માટે દબાણ કર્યું તો આરોપીઓએ તેમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. પછી બંનેના મૃતદેહ ઝાડ પર લટકાવી દીધા હતા અને આત્મહત્યા કરી હોવાનું દેખાડવાની કોશિશ કરી હતી. છોટૂ નામનો આરોપી આ છોકરીઓનો પાડોશી છે. તેણે જ બાકી દોસ્તો સાથે છોકરીઓની મિત્રતા કરવી હતી.
પોસ્ટમોર્ટમમાં આ ખુલાસો થયો
મળતી માહિતી પ્રમાણે, બંને દલિત બહેનોનો રેપ કર્યા પછી હત્યા કરવામાં આવી છે. તેવો પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. તેમાં સ્પષ્ટ છે કે, આરોપીઓએ રેપ કર્યા પછી બંનેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહ ઝાડ પર લટકાવી દીધા હતા. બીજી તરફ, પોસ્ટમોર્ટમ પછી બંને બહેનોના મૃતદેહ નિઘાસન કોતવાલીના તમોલી પુરવા ગામ પહોંચ્યા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો હતો અને લોકો આક્રોશમાં હતા.
સાત પેઢી યાદ રાખે તેવી સજા આપો
લખીમપુર ખીરી કાંડના ખુલાસા પછી ઉપમુખ્યમંત્રી વ્રજેશ પાઠકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, ‘આ ઘટના પર સતત સરકારની ચાંપતી નજર છે. તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ સામે સરકાર એવી કાર્યવાહી કરશે કે તેની સાત પેઢી યાદ રાખશે.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર