Lakhimpur Murder Case in Supreme Court: અરજીકર્તાએ આ મામલે કહ્યુ હતુ કે, તે આ કેસમાં પીડિત નથી પરંતુ તે ઇચ્છે છે કે આ કેસમાં SIT તપાસ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, રાજ્ય સરકાર આ મામલે પોતાનું કામ કરે છે અને તેઓ આ મામલે દખલગીરી કરશે નહીં.
લખીમપુર ખીરીઃ લખીમપુર ખીરીમાં દલિત બહેનો સાથે બળાત્કાર કેસ સોમવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને પૂછ્યું છે કે, તમારો પીડિતા સાથે શું સંબંધ છે? શું તમે પીડિત છો? ત્યારે આ મામલે અરજીકર્તાએ કહ્યુ હતુ કે, તેઓ આ કેસના પીડિત નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે આ કેસમાં SIT તપાસ કરે. રાજ્ય સરકાર આ કેસમાં તેમનું કામ કરી રહી છે અને તેઓ દખલગીરી કરશે નહીં.
બે આરોપીએ બળાત્કાર કર્યાની કબૂલાત કરી
લખીમપુર ખીરી જિલ્લામાં દલિત સમુદાયની બે કિશોર બહેનો સાથે કથિત દુષ્કર્મ પછી હત્યા કરવા મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક પગલા લેવાના આદેશ આપ્યા બાદ છ આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા મામલે વિચારી રહી છે. લખીમપુર ખીરીના પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યુ હતુ કે, અમે છ આરોપીઓ સામે NSL લગાવવાનો વિચાર કરી રહ્યા છીએ. આ ઘટનાના મુખ્ય આરોપી જુનૈદ અને સોહેલે બે બહેનોના બળાત્કાર પછી તેમણે ગળું દબાવીને હત્યા કરી હતી તેવી કબૂલાત કરી છે. બંને આરોપી મજૂર છે.
સુમને કહ્યુ હતુ કે, ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સગીર છે અને તેમણે પરિવાર દ્વારા સગીર હોવાના દાવાને ફગાવી દીધો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે ગુરુવારે સાંજે મૃતકના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય, પાક્કુ ઘર અને ખેતી માટે જમીન આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હત્યા કરવા મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એક મહિનાની અંદરોઅંદર તમામ આરોપીઓને સજા ફટકારવામાં આવશે.
બંને મૃતકને તેમના ઘરની પાસે દફન કરવામાં આવ્યા છે. કારણ કે તેમના સમાજમાં મૃતક બાળકોને અગ્નિદાહ આપવાની જગ્યાએ દફનાવામાં આવે છે. પોલીસ સૂત્રોએ કહ્યુ છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી જાણવા મળ્યુ છે કે, 15 અને 17 વર્ષની છોકરીઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ બંનેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. બંનેના મૃતદેહ ઘર પાસેથી એક કિલોમીટર દૂર ખેતરમાં ઝાડ પર લટકેલા મળ્યાં હતા. લખીમપુર ખીરીના પોલીસ અધિક્ષક સંજીવ સુમને સંવાદદાતાઓને જણાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસમાં છોકરીઓ બુધવારે બપોરે બે આરોપીઓ જુનૈદ અને સોહેલ સાથે ઘરેથી નીકળી હતી. જ્યારે બંને કિશોરીની માતાએ દીકરીનું અપહરણ કર્યાનો દાવો કર્યો છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર