લખીમપુર ખીરી : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) ખેડૂતો અને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના સમર્થકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં (Lakhimpur Kheri Violence)માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સાથે મૃતકના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે અને મામલાની આઠ દિવસની અંદર તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. સોમવારે સવારે બે રાઉન્ડની બેઠક પછી પ્રશાસન અને ખેડૂતો વચ્ચે સહમતી બની ગઇ છે. જે પછી ખેડૂતોએ લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવાની વાત કહી છે.
એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જાણકારી આપતા જણાવ્યું કે સરકાર તરફથી 45-45 લાખ રૂપિયા સહાય અને કિસાન વીમાથી 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે પરિવારના એક સભ્યને તેની યોગ્યતા પ્રમાણે નોકરી આપવામાં આવશે. આ સિવાય ઇજાગ્રસ્તોને 10-10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ સિવાય આખા મામલાની ન્યાયિક તપાસ હાઇકોર્ટના રિટાયર્ડ જજ પાસે કરાવવામાં આવશે.
નેતાઓને લખીમપુર ખીરીમાં એન્ટ્રી નહીં
પ્રશાંત કુમારે કહ્યું કે જિલ્લામાં કલમ 144ના કારણે કોઇપણ નેતાને એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે કિસાન યૂનિયનના સભ્યો અને કિસાન નેતાઓના આવવા પર કોઇ પ્રતિબંધ નથી.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આખી ઘટનાને ષડયંત્ર બતાવ્યું હતું. તેમણે કહ્યું કે એ વાત સામે આવી રહી છે કે જે એક વ્યક્તિ મર્યો છે જે તે બહરાઇચના નાનપારાનો રહેવાસી છે જે સમાજવાદી પાર્ટીની રુદ્રપુર યુનિટનો જિલ્લાધ્યક્ષ છે. આ ઘટનામાં આવા ઘણા લોકો સામેલ છે. મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે બીજેપી કાર્યકર્તાઓ પર લાકડીઓ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. મારા પુત્ર સામે આરોપ પુરી રીતે નિરાધાર છે. જો તે સ્થળ પર હોત તો તેની પિટાઇ કરીને હત્યા કરી દેવામાં આવી હોત.
લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) રાજકીય ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. રવિવારે થયેલી હિંસાના પીડિત પરિવારોને મળવા માટે લખીમપુર જવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીને (Priyanka Gandhi) સીતાપુરમાં પોલીસે કસ્ટડીમાં (Priyanka Gandhi in Custody) લઈ લીધા. પ્રિયંકા ગાંધીને સીતાપુર સ્થિત PAC ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં જમીન પર ઝાડૂ લગાવીને સંદેશ આપતાં જોવા મળ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર