નવીન લાલ સુરી, સીતાપુર. લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (Lakhimpur Kheri Violence) બાદ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) રાજકીય ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. રવિવારે થયેલી હિંસાના પીડિત પરિવારોને મળવા માટે લખીમપુર જવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીને (Priyanka Gandhi) સીતાપુરમાં પોલીસે કસ્ટડીમાં (Priyanka Gandhi in Custody) લઈ લીધા. પ્રિયંકા ગાંધીને સીતાપુર સ્થિત PAC ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા, જ્યાં જમીન પર ઝાડૂ લગાવીને સંદેશ આપતાં જોવા મળી. મળતી માહિતી મુજબ, કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધીએ ઉપવાસ શરૂ કરી દીધા છે. તેમની એક જ માંગ છે કે ખેડૂતોને મળ્યા વગર નહીં જાય. હાલ પ્રિયંકા ગાંધીનો ઝાડૂ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, લખીમપુર ખીરીના (Lakhimpur Kheri) તિકોનિયા વિસ્તારમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત બાદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) સોમવારે વહેલી સવારે ઘટનાસ્થળે જઈ રહી હતી, તેમને રસ્તા અટકાવીને સીતાપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં.
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની (Keshav Prasad Maurya) પ્રવાસને લઈને ખેડૂતોના વિરોધ પ્રદર્શન (Farmers Protest) દરમિયાન રવિવારે લખીમપુર ખીરી જિલ્લાના તિકોનિયા વિસ્તારમાં થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી અનુસાર, એસટીએફ (STF) સોમવાર સાંજથી જ તપાસનો હવાલો સંભાળશે. બીજી તરફ, હિંસા બાદ વાયરલ થયેલા વીડિયોમાંથી (Lakhimpur Kheri Viral Video) પોલીસે 24 લોકોની ઓળખ કરી છે. આ સાથે પોલીસ સાત લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.
આ પહેલા સમગ્ર કેસમાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના (Ajay Kumar Mishra) પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) સહિત 14 લોકો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને બળવો સહિત અનેક કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી લીધી છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ, લખીમપુર જિલ્લા વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચે બેઠકોના રાઉન્ડ ચાલી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવવામાં આવે. તેમના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ થવી જોઈએ. આ ઉપરાંત મૃતકોના સગાને એક કરોડનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર