Home /News /national-international /લખીમપુર ખીરીમાં BJP કાર્યકરોની હત્યા કરનાર અપરાધી નહીં, આ ક્રિયાના બદલે પ્રતિક્રિયા હતી: રાકેશ ટિકૈત

લખીમપુર ખીરીમાં BJP કાર્યકરોની હત્યા કરનાર અપરાધી નહીં, આ ક્રિયાના બદલે પ્રતિક્રિયા હતી: રાકેશ ટિકૈત

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત

lakhimpur kheri violence latest news- રાકેશ ટિકૈતે કહ્યું- લખીમપુર ખીરીમાં (lakhimpur kheri)કારના એક કાફલાએ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેના જવાબમાં ભાજપાના બે કાર્યકર્તા માર્યા ગયા

નવી દિલ્હી : ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે (rakesh tikait)શનિવારે કહ્યું કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં (lakhimpur kheri violence)ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કથિત રીતે હત્યા કરી છે તેમને અપરાધી માનતો નથી. કારણ કે તેમણે પ્રદર્શનકારીઓની ઉપર કાર ચડાવવાની પ્રતિક્રિયામાં આવું કર્યું હતું.

પત્રકારો દ્વારા પૂછાયેલા એક સવાલના જવાબમાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે લખીમપુર ખીરીમાં (lakhimpur kheri)કારના એક કાફલાએ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેના જવાબમાં ભાજપાના બે કાર્યકર્તા માર્યા ગયા. આ ક્રિયાના બદલે પ્રતિક્રિયા હતી. હું હત્યામાં સામેલ લોકોને અપરાધી માનતો નથી.

સંયુક્ત કિસાન મોરચાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમને લોકોના મોત પર દુખ છે પછી તે ભાજપા કાર્યકર્તા હોય કે કિસાન. આ દુર્ભાગ્યપૂર્ણ હતું અને અમને આશા છે કે ન્યાય મળશે. કિસાન નેતાઓએ શનિવારે માંગણી કરી કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેના પુત્રની લખીમપુર ખીરી હિંસા મામલામાં ધરપકડ કરવામાં આવે.

આ પણ વાંચો - ડેનમાર્કના PM ફ્રેડરિક્સને પ્રધાનમંત્રી મોદીને પૂરી દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા

કિસાન નેતાઓએ કહ્યું કે આ ઘટના સુનિયોજિત ષડયંત્ર હતું. યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અજય મિશ્રાને સરકારમાંથી હટાવી દેવો જોઈએ કારણ કે તેમણે ષડયંત્ર રચ્યું અને તે આ મામલામાં દોષિતોને બચાવી રહ્યા છે. યોગેન્દ્ર યાદવે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા 15 ઓક્ટોબરે દશેરાના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પૂતળું સળગાવીને વિરોધ પ્રદર્શન કરશે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર આશીષ મિશ્રા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા (Ajay Mishra Teni)ના દીકરા અને લખીમપુર હિંસાના આરોપી આશીષ મિશ્રા (Ashish Mishra)એ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ રજૂ થતાં પોતને 'નિર્દોષ હોવાા પુરાવા' રજૂ કર્યાં છે. આશિષ મિશ્રા અને તેમના વકીલે નિવેદન તરીકે ડઝનેક સોગંદનામા દાખલ કર્યાં છે. સાથે જ પોલીસને ચાર વીડિયો સાથેની એક પેન ડ્રાઇવ પણ સોંપી છે. પોલીસના કહેવા પ્રમાણે આ વીડિયોને ફોરેન્સિક તપાસ માટે સોંપવામાં આવશે. બીજી તરફ, લખીમપુર ક્રાઇમ બ્રાંચે આ કેસ સાથે જોડાયેલા અંકિત દાસ (Ankit Das)ના ડ્રાઇવર સહિત બે લોકોની લખનઉથી અટકાત કરી લીધી છે. અંકિત દાસની શોધખોળ શરૂ છે.
First published:

Tags: Lakhimpur Kheri, Rakesh tikait, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો