Home /News /national-international /BJP ધારાસભ્યને મારવામાં આવી ગોળી, હોળી મિલનના બહાને થયો હુમલો

BJP ધારાસભ્યને મારવામાં આવી ગોળી, હોળી મિલનના બહાને થયો હુમલો

ધારાસભ્યને મારવામાં આવી ગોળી

ઉત્તર પ્રદેશ ડીજીપીએ આ મામલાને ગંભીરતાથી લેતા ધારાસભ્યના ગનરને સસ્પેન્ડ કરી દીધો

    ઉત્તર પેરદેશના લખમીપુર ખીરી વિસ્તારના ધારાસભ્ય યોગેશ વર્માને ગોળી મારવાની ઘટના સામે આવી છે. હોળી મિલનના બહાને આવેલા એક યુવકે ધારાસભ્યને ગોળી મારી દીધી છે. આ ઘટનામાં ધારાસભ્ય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ઈજાગ્રસ્ત ધારાસભ્યને નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, આરોપી યુવક ઘટના બાદ થયેલી ભાગદોડનો ફાયદો ઉઠાવી ફરાર થઈ ગયો છે.

    હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોળી પગમાં વાગી છે, અને ધારાસભ્ય ખતરાથી બહાર છે. આ ઘટનામાં એક બાલૂ માફિયાના ગેંગનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ ડીજીપીએ આ મામલાને ગંભીરતાથી લેતા ધારાસભ્યના ગનરને સસ્પેન્ડ કરી દીધો છે, અને આઈ રેન્જ લખનઉને તુરંત ખેરી જવાનો આદેશ આપ્યો છે.

    તમને જણાવી દઈએ કે, લખીમપુરના ધારાસભ્ય યોગેશ વર્માને હોળી દરમ્યાન પાર્ટીના કાર્યાલય બહાર જ ગોળી મારવામાં આવી. લોકો હોળીનો હર્ષોલ્લાસ મનાવી રહ્યા હતા તે સમયે જ ગોળી ચલાવવામાં આવતા અફરાતફી મચી ગઈ. આ ઘટના બપોરે બની છે. આ ઘટનાની પુષ્ટી કરી લખમીપુર એસપી પૂનમે જાણકારી આપી.

    અહીં હાજર રહેલા લોકોએ ઘાયલ ધારાસભ્યને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ડોક્ટરો અનુસાર, હાલ તેઓ ખતરાથી બહાર છે. સૂચના મળતા ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે કેસ નોંધી લીધો છે, તપાસ ચાલી રહી છે.

    આ મામલામાં ડીએમ લખમીપુર એસ સિંહે જણાવ્યું કે, ધારાસભ્ય યોગેશ વર્મા પાર્ટી કાર્યાલયમાં કેટલાકા લોકોની સાથે મીટિંગ કરી રહ્યા હતા, આ દરમ્યાન તેમને બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ તેમને ગોળી મારવામાં આવી. તે ખતરાથી બહાર છે, પરંતુ તે શોકમાં છે, અને હાલ નિવેદન આપવામાં અસમર્થ છે. તપાસ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Private-hospital, ઉત્તર પ્રદેશ

    विज्ञापन
    विज्ञापन