દર્દનાક: રસ્તા વચ્ચે પત્નીને ગોળી મારી, તો પણ ગુસ્સો શાંત ન થતા ચપ્પાથી ગળુ કાપી નાખ્યું, ભીડ Video બનાવતી રહી

News18 Gujarati
Updated: June 24, 2020, 6:46 PM IST
દર્દનાક: રસ્તા વચ્ચે પત્નીને ગોળી મારી, તો પણ ગુસ્સો શાંત ન થતા ચપ્પાથી ગળુ કાપી નાખ્યું, ભીડ Video બનાવતી રહી
ભીડ વીડિયો બનાવતી રહી

જ્યારે ધોળા દિવસે એક યુવકે રસ્તા વચ્ચે પોતાની પત્નીને ગોળી મારી દીધી. આટલેથી તેનો ગુસ્સો શાંત ન થયો તો તેણે પત્નીનું ગળુ પણ કાપી નાખ્યું. ઘટના સ્થળ પર જેણે પણ આ ઘટના જોઈ તે બધા સ્તબ્ધ થઈ ગયા.

  • Share this:
ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના પલિયા પોલીયા સ્ટેશન વિસ્તારમાં હાહાકાર મચી ગયો, જ્યારે ધોળા દિવસે એક યુવકે રસ્તા વચ્ચે પોતાની પત્નીને ગોળી મારી દીધી. આટલેથી તેનો ગુસ્સો શાંત ન થયો તો તેણે પત્નીનું ગળુ પણ કાપી નાખ્યું. ઘટના સ્થળ પર જેણે પણ આ ઘટના જોઈ તે બધા સ્તબ્ધ થઈ ગયા. પરંતુ સૌથી શર્મજનક વાત એ છે કે, ત્યાં રહેલી ભીડમાંથી કોઈ મહિલાને બચાવવા આગળ ન આવ્યું અને વીડિયો બનાવતા રહ્યા. એટલું જ નહીં વીડિયો બનાવતા સમય લોકો હત્યારાને પુછતા રહ્યા મહિલા જીવતી છે કે મરી ગઈ. જોકે, બાદમાં કેટલાક સાહસિક લોકોએ પતિને પકડી પોલીસના હવાલે કરી દીધો. આ પૂરી ઘટનાનો વીડિયો News18 પાસે છે, પરંતુ એટલો દર્દનાક અને અરેરાટી ફેલાવે તેવો છે કે દેખાડી શકાય તેમ નથી.

તમને જણાવી દઈએ કે, આ મામલો લખીમપુર ખીરી પલિયા પોલીસ સ્ટેશન અંતરગ્ત પલિયા નગરના ઈન્દીરા નગર કોલોનીનો છે. બુધવાર સવારે 9.30 કલાકે પલિયા નિધાસન રોડ પર હાઈડ્રિલ કોલોની પાસે રણજીત નિવાસી બંડા, જિલ્લા શાહજહાંપુરને પોતાની પત્ની સાથે રસ્તામાં જ કોઈ વાતને લઈ વિવાદ થયો, જે એટલો વધી ગયો કે, ગુસ્સામાં રણજીતે પત્નીને ધોળા દિવસે રસ્તામાં જ ગોળી મારી દીધી. તો પણ તેનો ગુસ્સો શાંત ન થયો તો તેણે પત્નીનું ગળુ કાપી લોહી લુહાણ કરી દીધી. આ દરમિયાન લોકો વીડિયો બનાવતા રહ્યા. આ વીડિયો જેણે જોયો તે સ્તબ્ધ છે. ઘટના સ્થળ પર રહેલો લોકોએ પોલીસને જાણ કરી, ત્યાં સુધીમાં તો રણજીતે ઘટનાને અંજામ આપી દીધો હતો. જોકે, બાદમાં લોકોએ રણજીતને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. પોલીસે તેની કસ્ટડી લઈ લીધી છે.

અવૈધ સંબંધની શંકામાં હત્યા

જ્યારે આ ઘટનાનું કારણ જાણવાની કોશિસ કરી તો સામે આવ્યું કે, રણજીતની પત્ની અવૈધ સંબંધોને લઈ નિધાસણના સલીમાબાદમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે રહેતી હતી. પત્નીએ 2 દિવસ પહેલા જ રણજીતને પોતાની સાથે લઈ જવા શાહજહાંપુર બોલાવ્યો હતો. મંગળવારે રણજીત બંડાથી સલીમાબાદ પહોંચ્યો અને મંજૂને સાથે લઈ પાલિયાની એક હોટલમાં રાત્રે રોકાઈ ગયો. સારે આ લોકો દિલ્હીની બસ પકડવા માટે હોટલથી નીકળ્યા, પરંતુ આ સમયે રસ્તામાં બંને વચ્ચે ઝગડો થયો અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. હાલમાં પોલીસ હત્યારા પતિની પૂછપરછ કરી રહી છે, તો મૃતક મહિલાની પીએમ માટે મોકલી દેવામાં આવી છે.

શર્મનાક બચાવવાની જગ્યાએ લોકો વીડિયો બનાવતા રહ્યા

પોલીસ અધ્યક્ષ પૂનમે જણાવ્યું કે, હત્યાની ઘટના સામે આવી છે, પરંતુ શરમજનક વાત એ છે કે, લોકોએ મહિલાને બચાવવાની જગ્યાએ વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું. માનવીય આધાર પર પણ આ ખોટુ કહેવાય. આ મામલે તપાસ ચાલુ છે અને હત્યાનું મુખ્ય કારણ જાણવાની કોશિસ કરવામાં આવી રહી છે.
First published: June 24, 2020, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading