Home /News /national-international /લખીમપુર ખીરી: મદદના નામે મજાક! મૃતક રેપ પીડિતાના પરિવારને કોંગ્રેસ પાર્ટીએ આપેલા ચેક બાઉન્સ થયાં

લખીમપુર ખીરી: મદદના નામે મજાક! મૃતક રેપ પીડિતાના પરિવારને કોંગ્રેસ પાર્ટીએ આપેલા ચેક બાઉન્સ થયાં

કોંગ્રેસ નેતાઓએ મદદના નામે મજાક કરી

14 સપ્ટેમ્બરે યૂપીના લખીમપુર ખીરી જિલ્લાના તમોલીપુર ગામમાં બે સગીર દલિત બહેનોની લાશ ઝાડ સાથે લટકાયેલી મળી હતી.

    14 સપ્ટેમ્બરે યૂપીના લખીમપુર ખીરી જિલ્લાના તમોલીપુર ગામમાં બે સગીર દલિત બહેનોની લાશ ઝાડ સાથે લટકાયેલી મળી હતી. ઘટનાના તુરંત બાદ યૂપી સરકારે કડકાઈ વર્તીને 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે 14 દિવસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી ગતી. તેની સાથે જ પીડિત પરિજનો માટે સરકાર તરફથી 25 લાખનું વળતર આપવામાં આવ્યું હતું. તથા એક ઘર અને એક સરકારી નોકરીની જાહેરાત કરી હતી.

    ઘટનાના દિવસથી તમામ રાજકીય પાર્ટીઓ, કોંગ્રેસ, સપા અને બસપાના નેતાઓ પીડિત પરિવારોના ઘરે પહોંચતા હતા. એટલુ જ નહીં તેમના ફોટો પડાવીને પરિવારને આર્થિક મદદ માટે ચેક પણ આપતા હતા. ઉપરાંત મદદ કરવા અને સાથ આપવાની પણ વાતો કરતા હતા. પણ 2 લાખનો એક ચેક કોંગ્રેસ પાર્ટી અને 1 લાખનો એક ચેક નવનિર્માણ સેના દ્વારા આપવામાં આવ્યો હતો. જ્યારે પરિવારે ચેક બેંન્કમાં જમા કરાવ્યો હતો, 68 દિવસ બાદ તે ચેક બાઉન્સ થઈ ગયો.

    આ પણ વાંચો: લખીમપુર ખીરી હત્યાકાંડઃ 24 કલાક બાદ બંને બહેનોના અંતિમસંસ્કાર કર્યા, આશ્વાસન બાદ પરિવારજનો માન્યાં

    ચેક બાઉન્સ થતાં પરિવાર નારાજ


    ચેક બાઉન્સ થવાથી પીડિત પરિવાર ખૂબ જ નારાજ છે. યુપી કોંગ્રેસ કમિટિનો 2 લાખનો ચેક, કોંગ્રેસ ધારાસભ્ય વિરેન્દ્ર કુમાર ચૌધરીનો એક લાખનો એક ચેક અને યુપી નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત જાનીએ આપેલો એક લાખનો ચેક બાઉન્સ થયો છે. એક ચેક સિગ્નેચર મેચ ન થવાની રિજેક્ટ થયો છે. પીડિત પરિવારનું કહેવું છે કે, જો કોંગ્રેસીઓ અને અન્ય લોકોએ તેમની મદદ કરવી હતી તો, મદદ યોગ્ય રીતે કરવી જોઈએ. મદદના નામે તેમની સાથે મજાક કરી અમારી બંને દીકરીઓની આત્મને ઠેસ પહોંચાડી છે.

    અધિકારીઓએ વચન પુરુ ન કર્યું


    પરિવારનો આરોપ છે કે, અધિકારીઓએ પીડિત પરિવારને લેખિતમાં આર્થિક મદદ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણીનો ભરોસો આપ્યો હતો. તેમાંથી 16 લાખ રૂપિયા તો 16 સપ્ટેમ્બરે મળવાના હતા, પણ હજૂ સુધી નથી મળ્યા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Lakhimpur Kheri

    विज्ञापन
    विज्ञापन