લખીમપુર કાંડમાં FIR, ગૃહ રાજ્યમંત્રી અને તેમના પુત્ર પર ષડયંત્ર રચવાનો આરોપ

લખીમપુર કાંડમાં FIR

Lakhimpur Kheri Updates- કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જશે જ્યાં તે મૃતક ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે

 • Share this:
  લખનઉ : લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) થયેલા ખેડૂતોના મોતનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. જાણકારી પ્રમાણે નોંધવામાં આવેલા મામલામાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા (Ajay Mishra)અને તેના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra)ઉર્ફે મોનૂ પર સુનિયોજીત રીતથી ષડયંત્ર રચવાનો આરોપ છે. આ બંને સાથે એફઆઈઆરમાં 15 થી 20 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. એફઆઈઆરમાં (fir)હત્યા અને દુર્ઘટનામાં મોતની કલમ પણ લગાવવામાં આવી છે. એફઆઈઆરમાં અજય મિશ્રાના વાયરલ વીડિયોનો (Ajay Mishra Viral video)પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લખીમપુર મામલામાં નોંધાયેલી એફઆઈઆરની Exclusive Copy પણ ન્યૂઝ 18 પાસે છે.

  બીજેપી કાર્યકર્તાઓએ પણ નોંધાવી એફઆઈઆર

  આ મામલામાં બીજેપીના કાર્યકર્તા સુમિત જયસ્વાલે પણ એફઆઈઆર નોંધાવી છે. અજાણ્યા ઉપદ્રવીઓ સામે એફઆઇઆર નોંધાવી છે. તેમાં હત્યા અને મારપીટની કલમો પણ નોંધવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ગાડીમાં સુમિત પોતાના મિત્ર શુભમ અને ડ્રાઇવર હરિઓમ સાથે હતો. ઉપદ્રવીઓએ ગાડી પર લાકડીઓ અને પત્થરોથી હુમલો કર્યો હતો. જેમાં ડ્રાઇવર હરિઓમના માથા પર ઇજા પહોંચી હતી. જે પછી ડ્રાઇવરના ગાડી રોકવા પર ઉપદ્રવીઓએ તેને બહાર ખેંચીને લાકડી અને તલવારથી માર્યો હતો. આ દરમિયાન સુમિતે મિત્ર શુભમ સાથે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઉપદ્વવીઓએ શુભમ મિશ્રાને પકડીને મારવાનું શરુ કર્યું હતું.

  આ પણ વાંચો - Lakhimpur Kheri Violence: મૃતક ખેડૂતોના પરિવારજનોને મળશે 45-45 લાખ રૂપિયા સહાય અને સરકારી નોકરી

  SIT બનાવવામાં આવી

  આ મામલમાં યૂપી સરકારે SIT રચવાની જાહેરાત કરી છે. આ SITમાં 6 સભ્યો હશે જે આ મામલાની પુરી તપાસ કરશે. રિપોર્ટ છે કે લખીમપુર ખીરી મામલામાં ન્યાયિક તપાસ કમિટીની રચના બુધવારે કરી દેવામાં આવશે અને 48 કલાકમાં ન્યાયિક કમિટી તપાસ શરૂ કરશે. જ્યારે એસઆઈટી તરફ આઈજી રેન્જ લખનઉ લક્ષ્મી સિંહે કહ્યું કે દોષિતો સામે સખત કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને આ કેસમાં નામજોગ આરોપી બનાવવામાં આવ્યો છે.

  રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જઈ શકે છે

  કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જશે. રાહુલની આગેવાનીમાં 5 સદસ્યનું કોંગ્રેસ પ્રતિનિધિદળ પણ લખીમપુરનો પ્રવાસ કરશે. જ્યાં તે મૃતક ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી બપોરે લખનઉ પહોંચવાના સમાચાર છે. સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે ઉત્તર પ્રદેશ સરકાર રાહુલ ગાંધીને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલની જેમ એરપોર્ટ પર રોકી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: