ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી હિંસા (Lakhimpur Kheri Violence) કેસના આરોપી આશિષ મિશ્રા (Ashish Mishra)ને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર અને લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા (Ashish Mishra released)ને ઇલાહાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા, ત્યારબાદ આશિષ મિશ્રા ઉર્ફે મોનુ આજે લગભગ 130 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યો હતો. કેન્દ્રીય રાજ્ય મંત્રી ટેનીના પુત્ર આશિષ મિશ્રાને મુખ્ય દ્વારને બદલે પાછલા દરવાજેથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે.
જણાવી દઈએ કે ઇલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ રાજીવ સિંહની સિંગલ ડિવિઝન બેન્ચે ગુરુવારે આ કેસમાં આશિષ મિશ્રા (Lakhimpur Kheri case accused Ashish Mishra)ને જામીન આપ્યા હતા. મિશ્રાના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેમનો અસીલ નિર્દોષ છે અને તેની સામે એવો કોઈ પુરાવો નથી કે તેણે ખેડૂતોને કચડવા માટે વાહનના ડ્રાઈવરને ઉશ્કેર્યો હોય.
ત્યાં જ અરજીનો વિરોધ કરતા એડિશનલ એડવોકેટ જનરલ વીકે શાહીએ કહ્યું હતું કે ઘટના સમયે મિશ્રા કારમાં હતા જેણે કથિત રીતે ખેડૂતોને તેના પૈડા નીચે કચડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ રાકેશ કુમાર જૈનની દેખરેખ હેઠળ કરવામાં આવી છે.
કોર્ટની લખનઉ બેન્ચે 18 જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી પૂરી કર્યા બાદ મિશ્રાની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબર 2021ના રોજ લખીમપુર ખેરીમાં હિંસા દરમિયાન આઠ લોકોના મોત થયા હતા. આ હિંસા ત્યારે થઈ જ્યારે ખેડૂતો ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની આ વિસ્તારની મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા. આ ઘટનાના આરોપીઓમાં આશિષ મિશ્રાનું નામ પણ સામેલ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર