Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં લોકો પહેલાથી જ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવથી પરેશાન હતા, પરંતુ હવે લોકો પર બીજી મુશ્કેલી આવી છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, લોકોમાં હવે તેને સહન કરવાની શક્તિ નથી. વીડિયો પોસ્ટ કરતા પાકિસ્તાનના ટ્વિટર યુઝરે પાક મુજાહિદ્દીને લખ્યું, 'પેટ્રોલના ભાવ 35 રૂપિયા વધ્યા બાદ લોકોએ લાહોરમાં પેટ્રોલ પંપને આગ લગાવી દીધી. પાકિસ્તાનના લોકો ખૂબ જ નારાજ છે.’
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો કર્યા બાદ હવે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 રૂપિયાનો વધારો કર્યો છે, જેને કારણે લોકો નારાજ થઈ ગયા અને લાહોરમાં પેટ્રોલ પંપને આગ લગાવી દીધી. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં લોકો પહેલાથી જ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવથી પરેશાન હતા, પરંતુ હવે લોકો પર બીજી મુશ્કેલી આવી છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, લોકોમાં હવે સહનશક્તિ નથી રહી. પાકિસ્તાનના ટ્વિટર યુઝર પાક મુજાહિદ્દીને વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘પેટ્રોલના ભાવ 35 રૂપિયા વધ્યા બાદ લોકોએ લાહોરમાં પેટ્રોલ પંપને આગ લગાવી દીધી હતી. પાકિસ્તાનના લોકો ખૂબ જ નારાજ છે.’
મોંઘવારીને કારણે હોબાળો મચ્યો
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં પૂર બાદ મોંઘવારીને કારણે હોબાળો મચી ગયો છે. દિવસેને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે, લોકો માટે રોજીંદી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જોઈને લોકો તેને બીજું શ્રીલંકા કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થયા બાદ ત્યાંના લોકો મોંઘવારીને કારણે રસ્તા પર આવી ગયા હતા અને રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસી ગયા હતા. પાકિસ્તાનની બગડતી પરિસ્થિતિ વચ્ચે રાજનેતાઓ એકબીજાની વચ્ચે લડી રહ્યા છે, જેને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર