બોયફ્રેન્ડ સાથે આવી યુવતી, પાર્કિગમાં રહેલી સ્કુટી ચોરીને પાંચ મિનિટમાં ફરાર, જુઓ Live video
બોયફ્રેન્ડ સાથે આવી યુવતી, પાર્કિગમાં રહેલી સ્કુટી ચોરીને પાંચ મિનિટમાં ફરાર, જુઓ Live video
ચોરીની ઘટનાની તસવીરો કોલોનીના સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઇ ગઈ છે
madhya pradesh news- સાંભળવામાં ભલે અજીબ લાગે પણ હવે લેડી ચોર સક્રિય થઇ, સીસીટીવી કેમેરામાં જોવા મળે છે કે રાત્રે લગભગ 12.30 કલાકે એક યુવક અને યુવતી ત્યાં આવે છે
ઇન્દોર : મધ્ય પ્રદેશના (madhya pradesh)ઇન્દોરમાં (Indore) એક લેડી ચોર જોવા મળી છે. એક યુવતી સ્કુટીની ચોરી કરતા જોવા મળે છે. યુવતી સાથે તેનો સાથી પણ છે. ચોરીની ઘટનાની તસવીરો કોલોનીના સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઇ ગઈ છે. પોલીસ (Police)હવે તેના આધારે ચોરને શોધી રહી છે.
સાંભળવામાં ભલે અજીબ લાગે પણ ઇન્દોરમાં હવે લેડી ચોર સક્રિય થઇ ગઈ છે. તે આરામથી સ્કુટી ચોરી કરી રહી છે. આ ઘટના હીરા નગર થાના ક્ષેત્રની છે. ઇન્દોરમાં કોઇ યુવતીએ સ્કુટીની ચોરી કરી હોય તેવી પ્રથમ ઘટના પકડમાં આવી છે. આ ઘટના હીરાનગર થાના ક્ષેત્રના ભોલેનાથ કોલોનીની છે. ત્યાં રહેતા રવિ પ્રજાપતની સ્કુટીની ચોરી થઇ છે. સોમવારે સવારે ઉઠ્યો તો સ્કુટી ગાયબ હતી. તેણે તાત્કાલિક કોલોનીમાં લાગેલા સીસીટીવી જોયા હતા. જે જોઇને ચકિત રહી ગયો હતો.
સીસીટીવી કેમેરામાં જોવા મળે છે કે રાત્રે લગભગ 12.30 કલાકે એક યુવક અને યુવતી ત્યાં આવે છે. તે પહેલા ત્યાં પાર્કિગમાં ઉભેલી એક્ટિવાને જોવે છે. પછી યુવતી એક્ટિવા ચાલું કરે છે. તે પોતે ચલાવે છે અને પાછળ પોતાના સાથીને બેસાડીને ફક્ત પાંચ મિનિટની અંદર એક્ટિવા લઇને ફરાર થઇ જાય છે. રવિએ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
CCTV દ્વારા ચોરની શોધખોળ
હાલ પોલીસ સીસીટીવી દ્વારા ચોરને શોધી રહી છે. તેમની તપાસ એ તરફ પણ છે કે આ ચોરી કરનાર યુવતી કોણ છે અને અત્યાર સુધી કેટલી ઘટનાને અંજામ આપ્યો છે.
જયપુર : જયપુર પોલીસે મામી પર બળાત્કારના (Rape)આરોપમાં ભાણાની ધરપકડ કરી છે. આ આરોપી 5 મહિનાથી ફરાર હતો. શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પોતાની સુઝબુઝથી રવિવારે રીટની પરીક્ષા (REET Exam)આપવા આવેલા આરોપીની ધરપકડ કરી છે. શિપ્રાપથ પોલીસે બળાત્કારના આરોપમાં રામબાબુ પંવારની ધરપકડ કરી છે. રામબાબુ પર પોતાની જ મામી પર દુષ્કર્મનો આરોપ છે. મામીએ ફરિયાદ નોંધાવી હતી કે પતિની ગેરહાજરીમાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર