મનોજ સિન્હા, પટનાઃ બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna)માં આર્થિક તંગીથી ત્રાસીને એક દિવ્યાંગ વિધવા શિક્ષિકા (Teacher)એ પુનપુન નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા (Suicide) કરી દીધી. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણકારી આપ્યા બાદ પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચીને લાશની શોધખોળમાં લાગી ગઈ છે. જોકે, અત્યાર સુધી લાશ નથી મળી શકી. પોલીસને ઘટનાસ્થળેથી દિવ્યાંગ શિક્ષિકાના ટ્રાઇસીકલ અને કાખઘોડી મળી આવી છે.
પુનપુન નદીમાં છલાંગ લગાવનારી મહિલા શિક્ષિકાની ઓળખ શાંતિ દેવી તરીકે થઈ છે. તે પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. મળતી માહિતી મુજબ, બે વર્ષ પહેલા પતિનું બીમારીના કારણે અવસાન થયા બાદ પોતાના બે બાળકોના ભરણપોષણ માટે શાંતિ દેવીએ એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ શરૂ કર્યું હતું. તેના આધારે તે પોતાનું અને બાળકોનું ભરણપોષણ કરતી હતી.
પરંતુ કોરોના સંક્રમણને કારણે છેલ્લા 3 મહિનાથી સ્કૂલ બંધ થવાના કારણે પગાર નહોતો મળતો. તેના કારણે શિક્ષિકાના પરિવાર સામે ભીષણ આર્થિક તંગીની સમસ્યા ઊભી થઈ ગઈ, જેનાથી શાંતિ દેવીના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
આ હતાશામાં આવીને શાંતિ દેવીએ પુનપુન પુલથી કૂદીને આત્મહત્યા કરી દીધી. પોલીસે શિક્ષિકાના ઘરેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. ઘટનાના સંબંધમાં પૂછપરછ કરાતા સ્થાનિક લોકો અને શિક્ષિકાની પુત્રી પ્રીતિ કુમારીએ જણાવ્યું કે શાંતિ દેવી આર્થિક રીતે પરેશાન હતી અને તેની હતાશામાં આવીને તેમણે આત્મહત્યા કરી દીધી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર