Home /News /national-international /ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

ધો.11ના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, છૂટાછેડા બાદ એકલી રહેતી હતી ટીચર, રોજ ચાર કલાક આપતી હતી ટ્યૂશન

પ્રતિકાત્મક તસવીર

એક ખાનગી સ્કૂલમાં ભણાવતી આ મહિલા ટીચરના છૂટાછેડા થયા હતા. તે પોતાના પિયરમાં રહેતી હતી. સગીર વિદ્યાર્થી બે વર્ષથી મહિલા ટીચરના ઘરે ટ્યૂશન માટે જતો હતો.

પાનીપતઃ અનેક વખત વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના અફેર (students love affair) ચર્ચાતા હોય છે. પરંતુ એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્કૂલની શિક્ષિકા (lady teacher) પોતાના કારનામાના કારણે ચર્ચામાં આવી છે. આ ત્યારે બન્યું જ્યારે એક મહિલા શિક્ષિકા પોતાના 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. આ મામલો હરિયાણાના (haryana) પાનીપતનો (panipat) છે. અહીં એક શિક્ષિકા ઘરમાં એકલી રહેતી હતી. તેના ઘરે એક કિશોર ટ્યૂશન માટે આવતો હતો. આ દરમિયાન મહિલાનું દિલ પોતાના શિષ્ય ઉપર આવ્યું હતું. પછી એવું થયું કે કોઈને વિશ્વાસ ન થાય.

મહિલા પોતાના સગીર વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી. વિદ્યાર્થી ગુમ થવાને લઈને માતા-પિતા મહિલા ટીચર ઉપર અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ટીમ સક્રિય થઈ હતી. અને પોલીસે બંનેની તપાસ શરુ કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલા ટીચરને પકડી પાડી હતી.

પાનીપત પોલીસે સાઈબર સેલની મદદથી મહિલા ટીચરને સગીર સાથે પકડી લીધી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મહિલા ટીચરની કાઉન્સિંલિંગ કરવામાં આવી રહી છે. મહિલાને પૂછવામાં આવ્યું કે સગીરના અપહરણ પાછળનું કારણ શું છે તો?

આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા વગરની 12 વર્ષની દીકરીનો દેહ પિંખનાર ત્રણ નરાધમો ઝડપાયા, વીરુ, અક્ષય અને અવી આવ્યા કાયદાના સકંજામાં

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

માનવામાં આવી રહ્યું છે કે મહિલા વિદ્યાર્થીની ક્લાસ ટીચર હતી. એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થીના પરિવારે પોતાના પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમનો પુત્ર હંમેશાની જેલ 29 મેના બપોરે 2 વાગ્યે શિક્ષિકાના ઘરે ગઈ હતી. પરંતુ તે પછી ઘરે આવ્યો જ નહીં.

આ પણ વાંચોઃ-દુલ્હનની જેમ સજી પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, અવાજ પણ બદલ્યો છતાં પકડાયો, પછી શું થયું જુઓ જોરદાર vide

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ રીસામણે ગયેલી પત્નીને મળવા ગયો પતિ, સાસરિયાઓએ ભેગા મળીને પથ્થરના ઘા મારીને જમાઈની કરી હત્યા

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

પાનીપતની દેશરાજ કોલોનીમાં એક ખાનગી સ્કૂલમાં ભણાવતી આ મહિલા ટીચરના છૂટાછેડા થયા હતા. તે પોતાના પિયરમાં રહેતી હતી. સગીર વિદ્યાર્થી બે વર્ષથી મહિલા ટીચરના ઘરે ટ્યૂશન માટે જતો હતો.



લોકડાઉનમાં સ્કૂલ બંધ હોવાના કારણે દરરોજ ચાર કલાક ટ્યૂશલ લેવા માટે ટીચરના ઘરે જતો હતો. રસપ્રદ વાત તો એ છે કે બંને ઘરમાંથી કોઈ કિંમતી સામાન લીધા વગર ગયા હતા. કિંમતી સામાનમાં ટીચરના હાથમાં માત્ર એક સોનાની અંગૂઠી જ હતી. પોલીસે બંનેને પકડીને વધુ પૂછપરછ હાથધરી છે.
First published:

Tags: Love affair, Love story, પોલીસ, હરિયાણા