Home /News /national-international /

પ્રિન્સિપાલની પીટાઈનો live video, મહિલા ટીચરે દોડાવી દોડાવી ચપ્પલથી આપ્યો 'મેથીપાક'

પ્રિન્સિપાલની પીટાઈનો live video, મહિલા ટીચરે દોડાવી દોડાવી ચપ્પલથી આપ્યો 'મેથીપાક'

મહિલા શિક્ષકે ચપ્પલ વડે પ્રિન્સિપાલને ધોઈ નાંખ્યો

Uttar Pradesh news: પ્રિન્સિપાલે સવારે શિક્ષા મિત્રને પોતાના કાર્યાલયમાં બોલાવીને તેને હેરાન કરવાની કોશિશ કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરીને શિક્ષા મિત્રને ઓફિસમાંથી બહાર તગેડી મૂકી હતી.

  ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) સિદ્ધાર્થનગર જિલ્લાના ઈટાવા તાલુકાની એક સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને (Government Primary School Principal) એક મહિલા ટીચરે ચપ્પલ વડે માર માર્યાનો મામલો (female teacher beats principal with a slipper) સામે આવ્યો છે. મહિલા શિક્ષા મિત્રએ પ્રિન્સિપાલ ઉપર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા બેસિક શિક્ષા અધિકારીએ મામલાની તપાસના આદેશ આપ્યા હતા. મહિલા ટીચર દ્વારા પ્રિન્સિપાલને ચપ્પલ વડે મારવાનો વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના ઇટાવા તાલુકાની એક સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ઉપર કથિત મહિલા શિક્ષિકા ઉપર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રિન્સિપાલના ત્રાસના કારણે મહિલા ટીચરે ચપ્પલ વડે પ્રિન્સિપાલને માર માર્યો હતો. મહિલાના મારથી બચવા માટે પ્રિન્સિપાલ દોડી રહ્યો છે. જોકે, દોડતા દોડતા પણ મહિલા ટીચર તેને ચપ્પલ વડે મારી રહી છે.

  વધુ મળતી માહિતી પ્રમાણે શિક્ષા મિત્રની ફરિયાદને ધ્યાનમાં લઈને જિલ્લા બેસિક શિક્ષા અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ફરિયાદ અનુસાર આગરડીહ પ્રાથમિક વિદ્યાલયના પ્રિન્સિપાલ મનોજ કુમારે ગુરુવારે સવારે શિક્ષા મિત્રને પોતાના કાર્યાલયમાં બોલાવીને તેને હેરાન કરવાની કોશિશ કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરીને શિક્ષા મિત્રને ઓફિસમાંથી બહાર તગેડી મૂકી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

  આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

  સ્કૂલ પરિસરમાં દોડતા દેખાયા પ્રિન્સિપાલ
  વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલા શિક્ષા મિત્ર, પ્રિન્સિપાલને ચપ્પલ વડે મારી રહી છે. વીડિયોમાં પ્રિન્સિપાલ સ્કૂલ પરિસરમાં દોડતો દેખાઈ રહ્યો છે. અને શિક્ષા મિત્ર હાથમાં સેન્ડર લઈને તેની પાછળ દોડી રહ્યા છે. શિક્ષા મિત્રએ બીએસએ રાજેન્દ્ર સિંહને ફરિયાદ કરી હતી અને તેને પ્રખંડ શિક્ષા અધિકારીને તપાસમાં આદેશ આપ્યા હતા. બીએસએએ જણાવ્યું કે તપાસ રિપોર્ટમાં જે દોષી મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

  આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વોઃ પત્નીને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, પ્રેમીએ મિત્રની હત્યા કરી બેગમાં ભરી ફેંકી દીધો

  યુવતીએ કારમાંથી ખેંચીને ડ્રાઈવરને માર્યો હતો માર
  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ યુવતી દ્વારા કાર ડ્રાઈવને માર મારવાની ઘટના સામે આવી હતી. ઉત્તર પ્રદેશની (Uttar Pradesh news) રાજધાની લખનઉમાં રવિવારે એક વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી જાહેરમાં રસ્તા ઉપર એક યુવકને થપ્પડ મારતી (Girl beats boy) દેખાય છે. આ વીડિયો રાજધાનીના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

  અહીં શનિવારે મોડી રાત્રે કારની ઠોકર લાગવાથી યુવતીએ રસ્તા વચ્ચેજ ડ્રાઈવરને જોરદાર માર્યો હતો. જેનાથી અવધ ચોકડી ઉપર ભીડ અને જામ લાગ્યો હતો. ચોકડી ઉપર હાજર પોલીસ કર્મચારીઓએ યુવતીના તેવજ જોઈને નજીક જવાની હિંમત ન થઈ. પોલીસ પ્રમાણે કારમાં જઈ રહેલા યુવકોએ યુવતીને ટક્કર મારી હતી. જેનાથી તે ગુસ્સે ભરાઈ હતી. અને આરોપી ડ્રાઈવરને કારમાંથી ખેંચીને નીચે પટક્યો હતો. બચાવન કરનાર ડ્રાઈવરના સાથીઓને પણ યુવતીએ માર્યો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Social media, Teacher, ઉત્તરપ્રદેશ, વાયરલ વીડિયો

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन