Home /News /national-international /'લેડી સિંઘમે' ગોળી મારી કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં વર્ણવી મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન
'લેડી સિંઘમે' ગોળી મારી કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં વર્ણવી મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન
મહિલા અધિકારીની તસવીર
વિનોદ તેની સાથે અભદ્ર વ્યવહાર કરતો હતો. ફિઝિકલ થવાના ઇશારા પણ કરતો હતો. ગર્ભવતી હોવા છતાં પણ તેને કાચા રસ્તા ઉપર ફરવા માટે મજબૂર કરતો હતો. જેના પગલે મારું એબોર્શન થયું હતું.
અમરાવતીઃ મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીમાં (Amaravati) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા રેન્જ વન અધિકારીએ આત્મહત્યા (Women Range Forest Officer suicide) કરી લીધી હતી. પોતાના મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન 4 પન્નાની સુસાઈડ નોટમાં (suicide note) વર્ણવી હતી. ઘટના સામે આવ્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે આ મામલામાં વિભાગના એક વરિષ્ઠ અધિકારીની (Senior officer arrested) પણ ધરપકડ કરવામાં આવી હતી.
અમરાવતીના મેલઘાટ ટાઈગર રિઝર્વના રેન્જમાં તૈનાત અધિકારી દીપાલી ચવ્હાણે શુક્રવારે મોડી રાત્રે સર્વિસ રિવોલ્વરથી શૂટ કરી દીધું હતું. પોતાની સુસાઈડ નોટમાં મહિલાએ પોતાના સિનિયર અધિકારી (DCF) વિનોદ શિવકુમાર ઉપર સેક્સુઅલ હેરેસમેન્ટ અને ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પોલીસે અધિકારીની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે 28 વર્ષીય RFO દીપાલી ચવ્હાણની લાહીથી લથપથ લાશ ટાઈગર રિઝર્વ પાસેના હરિસલ ગામના સરકારી ક્વાર્ટરમાંથી મળી હતી. લાશ પાસેથી પોલીસને સર્વિસ રિવોલ્વર અને સુસાઈડ નોટ મળી હતી. મહિલાએ આ પગલું ત્યારે ભર્યું જ્યારે પોતાના પતિ રાજેશ મોહિતે ચિખલધારા ડ્યુટી ઉપર હતા. તેઓ ચિખલધારામાં એક ટ્રેજરી ઓફિસરના રૂપમાં પોસ્ટેડ હતા. તેમની માતા સંબંધીના ઘરે સતારા ગયેલી હતી. જ્યાં પહોંચીને માતાએ દીપાલીને અનેક વખત ફોન કર્યા હતા. પરંતુ તેણે ફોન ઉઠાવ્યો ન હતો. તેણે ગાર્ડને ઘરે મોકલ્યા તો ખબર પડી કે તેનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે દીપાલી ચવ્હાણ પોતાની નિડરતા માટે જાણીતી હતી. એક કડક અને બહાદુર અધિકારી હતી. અડધી રાત્રે પણ જંગલની સુરક્ષા માટે નીકળી પડતી હતી. એટલા માટે અનેક લોકો તેમને લેડી સિંઘમના નામથી બોલાવતા હતા.એટલું જ નહીં તેણે પોતાના નાના કાર્યવાહમાં હરિસાલના બે ગામનું કાયાકલ્પ બદલીને તેને પર્યટનના રુપમાં વિકસિત કરી દીધું હતું. જેના માટે તેને સંમ્માનિત કરવામાં આવ્યા હતા. તેના આગવા અંદાજના કારણે તેના સિનિયર અધિકારીઓની આંખોમાં દીપાલી ખટકવા લાગી હતી.
પોલીસની શરુઆતની તપાસમાં જાણવા મળ્યું કે દીપાલી પોતાના સિનિયર અધિકારી વિનોદ શિવકુમારથી ત્રાસેલી હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે વિનોદ તેની સાથે અભદ્ર વ્યવહાર કરતો હતો. ફિઝિકલ થવાના ઇશારા પણ કરતો હતો. આ અંગે મેં અનેક વખત મારા ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. વિનોદ કુમારનો ત્રાસ એટલી હદ સુધી વધી ગયો હતો કે તે જાહેર અને ખાનગી રીતે સેક્સુઅલ હેરેસમેન્ટ અને ટોર્ચર કરતો હતો. અનેક વખત દીપાલી પણ તેને ફટકાર પણ લગાવી ચૂકી હતી. એક મહિનાનો પગાર પણ રોકી દીધો હતો.
" isDesktop="true" id="1083596" >
દીપાલીએ કહ્યું કે શિવકુમાર તેને રજા આપતો ન હતો. ગર્ભવતી હોવા છતાં પણ તેને કાચા રસ્તા ઉપર ફરવા માટે મજબૂર કરતો હતો. જેના પગલે મારું એબોર્શન થયું હતું. આમ છતાં તેણે મને રજા આપી ન હતી. એટલું જ નહીં શિવકુમાર મને જુનિયર્સ, ગામના લોકો, મજૂરોની સામે ગાળો આપતો હતો. મને મોડી રાત્રે મળવા માટે બોલાવતો હતો. તે અશ્લિલ વાતો કરતો હતો. દીપાલીએ પોતાના ચાર પન્નાની સુસાઈડ નોટમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના કારણે બીજી કોઈ તેનો શિકાર ન બને. (તસવીર સોર્સ હિન્દી એશિયા નેટ ન્યૂઝ)
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર