Home /News /national-international /

લદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો

લદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો

ચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

  નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley Face off)માં 15 જૂનની રાત્રે ભારત અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બંને સેનાઓ ગલવાન ઘાટીમાં સામસામે આવી ગઈ છે. યુદ્ધની સ્થિતીને જોતાં ભારતે લદાખ સરહદ પર પોતાના સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દીધી છે. ચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  ફ્રાન્સે એક તરફ જ્યાં આવતા મહિને રાફેલ ફાઇટર પ્લેન આપવાનો વાયદો કર્યો છે તો બીજી તરફ ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ ભારતને આપી રહ્યું છે. આવી જ રીતે અમેરિકા પાસેથી ભારતને ટૂંક સમયમાં તોપમાં ઉપયોગમાં લેવાતો દારૂગોળો આપવામાં આવશે, જ્યારે રશિયાએ પણ ભારતને આધુનિક હથિયાર અને દારૂગોળો આપવાનો વાયદો કર્યો છે. નોંધનીય છે કે રશિયા એક બિલિયન ડૉલર એટલે કે 7560 કરોડ રૂપિયાના દારૂગોળાની સપ્લાય કરવા જઈ રહ્યું છે.

  ચીન સાથે વધેલા તણાવ બાદ દિલ્હીમાં તમામ દેશોની સાથે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન તેની પર સહમતિ સધાઈ છે. નોંધનીય છે કે પૂર્વ લદાખમાં ચીનની સાથે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને જોતાં કેન્દ્ર સરકાર તરફથી સશસ્ર્ દળોને ઇમરજન્સી નાણાકીય અધિકાર પહેલા જ આપવામાં આવી ચૂક્યા છે. લાંબા અંતર સુધી હવાથી હવામાં માર કરનારી મિસાઇલોથી સજ્જ અત્યાધુનિક રાફેલ પ્લેનની પહેલી ખેપ 27 જુલાઈ સુધી ભારત પહોંચવાની આશા છે. તેના માટે ચાર ભારતીય પાયલટોને આ ફાઇટર પ્લેનને ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.

  આ પણ વાંચો, ખુલાસો! ભારતીય સૈનિકો સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ

  ફ્રાન્સે ભારતને કહ્યું છે કે તેઓ રાફેલની પહેલી ખેપની સાથે 8 વધારાના રાફેલ પણ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રાન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે તમામ 8 પ્લેન ઉડાન ભરવાના સર્ટિફિકેટ મેળવવાની ખૂબ નજીક છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે તમામ પ્લેન ટૂંક સમયમાં અંબાલા એરબેઝ મોકલી દેવાશે. સૂત્રો મુજબ, ફ્રાન્સ આ પ્લેનમાં એટલું ઈંધણ ભરીને આપશે જેનાથી રાફેલ પ્લેન ક્યાંય રોકાયા વગર સીધું ભારત આવી શકશે.

  આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં 3 આતંકી ઠાર, 22 દિવસમાં 38 આતંકીને ઢાળી દેવાયા

  બીજી તરફ, કારગિલ યુદ્ધમાં ભારતની મદદ કરનારા ઈઝરાયેલે પણ ચીનની સાથે યુદ્ધની સ્થિતિને જોતાં એર ડિફેન્સ સિસ્ટમ આપવાની વાત કહી છે. મળતી માહિતી મુજબ એર ડિફેન્સ સિસ્ટમ જેનું હજુ સુધી નામ નથી જણાવવામાં આવ્યું તે ટૂંક સમયમાં સરહદની રક્ષા માટે તૈનાત કરી દેવામાં આવશે. મૂળે, ચીને પોતાની સરહદ પર S-400 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે, ત્યારબાદ ભારતે પણ તેનો જવાબ આપવા માટે ઈઝરાયેલથી એર ડિફેન્સ ટૂંક સમયમાં આપવાની વાત કહી છે.

  નોંધનીય છે કે, ભારતના સૌથી નવા વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકા પહેલા જ ભારતને મહત્વપૂર્ણ ઇન્ટેલિજન્સ જાણકારી અને સેટેલાઇટ ઇમેજ મોકલવાનું કામ કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે અમેરિકાએ ભારતને વહેલી તકે સહાયતાનો વાયદો કરતાં યુદ્ધની સ્થિતિમાં આવશ્યક હથિયાર અને દારૂગોળાની યાદી માંગી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: India China Face off, India-china, Indo china conflict, Indo China controversy, Indo-china war, LAC, Ladakh, ચીન, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन