નવી દિલ્હી : પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને લઇને ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે ભારત અને ચીન વચ્ચે ઘણા સ્તરો પર વાતચીત ચાલી રહી છે. જોકે બીજી તરફ સમાચાર છે કે બીજિંગે સરહદ પર સૈનિકોની સંખ્યામાં ઘણો વધારો કર્યો છે. ચીનની આ કાર્યવાહીની ગંભીરતા જોતા ભારતે પણ 50 હજાર જવાનોને બોર્ડર પર તૈનાત કરી દીધા છે. એલએસી પર ભારત અને ચીન બંને તરફથી સૈનિકોની આટલી મોટી સંખ્યાને મોટા સૈન્ય સંકટ તરીકે જોવામાં આવી રહ્યું છે.
વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે ગલવાનમાં થયેલી હિંસક ઝડપ પછી ચીને ત્યાં જેટલા સૈનિકોની તૈનાતી કરી હતી, આ વખતે તેના મુકાબલે સરહદ પર 15 હજાર વધારે સૈનિકોને મોકલવામાં આવ્યા છે. જાસુસ અને સૈન્ય અધિકારીઓના હવાલાથી એ બતાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ ભારત સાથે ચાલી રહેલી વાતચીત વચ્ચે પૂર્વી લદ્દાખમાં તણાવવાળાની આસપાસ સૈનિકોની સંખ્યા વધારીને 50,000થી વધારે કરી દેવામાં આવી છે. જે નિશ્ચિત ભારત માટે ચિંતાનો વિષય છે. જે સરહદ વિવાદનો ઉકેલ લાવવાની ચીનની દાનત પર સવાલ ઉભા કરે છે.
એલએસીની સાથે લદ્દાખમાં ચીનનો સામનો કરવા માટે ભારતે અતિરિક્ત સ્ટ્રાઇક કોર્પ્સ તૈનાત કર્યા છે. મથુરાની વન સ્ટ્રાઇક કોર્પ્સને લદ્દાખમાં ઉત્તરી સરહદ પર મોકલવામાં આવી છે. 17 માઉન્ટેન સ્ટ્રાઇક કોર્પ્સને અતિરિક્ત 10 હજાર જવાન આપવામાં આવ્યા છે અને તેમને ઉત્તર-પૂર્વી રાજ્યોની જવાબદારી આપવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ પણ પોતાના સ્તરે કામ શરૂ કરી દીધું છે. રાફેલની સાથે-સાથે મિગ-29 અને સૂ-30 જહાજોની ટુકડી ઉત્તરી સરહદો પર સક્રિય રહેશે. રાફેલના બીજા સ્કાડ્રન પણ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવી શકે છે.
" isDesktop="true" id="1110856" >
રાફેલની સાથે ટી-90 ભીષ્મ, પિનાકા રોકેટ, અપાચે, ચિનૂક જેવા લડાકુ વિમાનોને પણ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. સેનાએ LAC પર પ્રથમ વખત 9 તોપો તૈનાત કરી છે. સેનાએ M-777 આર્ટિલરી ગન તૈનાત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર