લદ્દાખઃ16,000 ફૂટની ઊંચાઈએ ડોક્ટરોએ રચ્યો ઈતિહાસ! સેનાના જવાનનું કર્યું એપેન્ડિક્સનું સફળ ઓપરેશન

ડોક્ટરની ટીમ

સૈનિકને ચોપરની મદદથી કાઢી શકાય એમ ન હતો. એટલા માટે ડોક્ટરોએ આટલી ઊંચાઈએ પહોંચીને તેની સર્જરી કરવી પડી હતી.

 • Share this:
  લેહઃ એક તરફ ડોક્ટરો કોરોના વાયરસ મહામારી (CoronaVirus pandemic) સામે લડીને દેશને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ત્રણ ડોક્ટરોએ 16,000 ફૂટની ઊંચાઈએ એક સેનના જવાબની સારવાર કરીને ઈતિહાસ રચી દીધો છે.

  ડોક્ટરોએ પૂર્વી લદ્દાખના (East Ladakh) ફોરવર્ડ સર્જિકલ સેન્ટર ઉપર તૈનાત સૈનિકનું સફળ ઓપરેશન કરીને એપેન્ડિક્સ (Appendix)કાઢ્યું હતું. ખાસ વાત તો એ છે કે સૈનિકને ચોપરની મદદથી કાઢી શકાય એમ ન હતો. એટલા માટે ડોક્ટરોએ આટલી ઊંચાઈએ પહોંચીને તેની સર્જરી કરવી પડી હતી.

  સૈનિકની હાલત સ્થિર છે
  આર્મીના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વાતની પુષ્ટી કરી છે કે ફીલ્ડ હોસ્પિટલમાં એક સર્જિકલ ટીમે 16,000 ફૂટની ઊંચાઈ ઉપર ફોરવર્ડ સર્જિકલ સેન્ટરમાં તૈનાત સૈનિકનું એપેન્ડિક્સનું ઓપરેશન કરીને ઈમર્જન્સી સર્જરી કરી હતી. તેમણે જણાવ્યું કે ખરાબ હાલાતનો સામનો કરવા છતાં ડોક્ટર્સે સર્જરી કરી અને ઓપરેશન સફળ રહ્યું હતું. અત્યારે સૈનિકની હાલત સ્થિર છે.

  આ પણ વાંચોઃ-લૂંટેરી દુલ્હનના કારણે લગ્ન કરાવનાર યુવકને ગુમાવવો પડ્યો જીવ, વાંચો મધ્ય પ્રદેશની ફિલ્મી કહાની જેવી ઘટના

  આ સર્જરી 28 ઓક્ટોબરે બુધવારે કરવામાં આવી હતી. સર્જરી કરનાર ત્રણ ડોક્ટરોની ટીમમાં એક લેફ્ટેનેટ કર્નલ, એક મેજર અને એક કેપ્ટનનો સમાવેશ થાય છે. ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ જવાનોની સારી સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે ફોરવર્ડ લોકેશન ઉપર અનેક મુલાકાતો લીધી છે.

  આ પણ વાંચોઃ-રુવાંડા ઊભા થઈ જાય એવી સુરતની ઘટના! બાંકડા ઉપર સુવા અંગે થઈ જીવલેણ બબાલ, બે લોકોએ યુવકને જીવતો સળગાવ્યો

  પહેલા પણ ઠંડીનો સામનો કરી ચૂકી છે ભારતીય સેના
  શિયાળાની મોસમ દસ્તક આપી ચૂકી છે ત્યારે સીમા ઉપર મોસમ ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં સિયાચિન અને કાર્ગિલ દ્રાસ સેક્ટરમાં ઠંડીનો સામનો ચૂકેલી ભારતીય સેનાના દુશ્મનોનો મુકાબલો મજબૂત કરે છે. પૂર્વ લદ્દાખમાં હાલાત સિયાચિનથી અલગ નથી.

  આ પણ વાંચોઃ-ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોને ચિકન સેન્ટર સંચાલક સાથે કરી મારામારી, live મારામારીનો video

  જોકે, અહીંનો પારો સિયાચિન જેટલો નીચે નથી જતો. પૂર્વ લદ્દાખમાં ઠંડીના મોસમમાં પારો માઇનસ 20 ડિગ્રી સેલિસયસ સુધી નીચે જાય છે. જ્યારે સિયાચીનમાં 76 વર્ગ કિલોમિટરના વિસ્તારમાં તાપમાન 60 ડિગ્રીથી નીચે સુધી જાય છે.  ઉલ્લેખનીય છે કે અત્યારે પૂર્વ લદ્દાખમાં ભારતીય સેના અને ચીન સેના વચ્ચે તણાવનો માહોલ છે. જેના શાંત પાડવા માટે ભારત અને ચીનના ઉચ્ચ અધિકારીઓની બેઠકો પણ થઈ રહી છે. છતાં સીમા પર રહેલા તણાવ અંગે કોઈ ખાસ પરિણામ જોવા મળતું નથી.
  Published by:ankit patel
  First published: