Ladakh Bridge Collapsed: લદ્દાખનાં નૂબરા સબ ડિવીઝનમાં બનાવવામાં આવી રહેલાં પૂલનો એક ભાગમાં શનિવારે સાંજે 4 વાગ્યે તુટી પડ્યો હતો. જ્યાં કામ કરી રહેલાં છ લોકો કાંટમાળ નીચે દબાઇ ગયા હતાં. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યાં છે. સીમા સડક સંગઠન અને વાયુસેનાની મદદથી 12 કલાક સુધી ચલાવવામાં આવેલાં અભિયાન બાદ રવિવારે ચારેય મૃતદેહ કાંટમાળ નીચેથી કાઢવામાં આવ્યું છે. બે લોકોને બચાવી લેવામાં આવશે.
લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા છે. સેના, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને એરફોર્સની મદદથી 12 કલાકના બચાવ અભિયાન બાદ રવિવારે કાટમાળમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બે લોકોને બચાવી લેવાયા છે. તેમની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લદ્દાખના એલજીએ તપાસના આદેશ આપ્યા છે.
લદ્દાખના નુબ્રા સબ-ડિવિઝનમાં બનેલા પુલનો એક ભાગ શનિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. ત્યાં કામ કરતા 6 લોકો તેના કાટમાળ નીચે દટાયા હતા જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો હતો. આ પુલ લેહ જિલ્લાના ડિસ્કિત ગામમાં બની રહ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ આ દુર્ઘટનાનું કારણ તેજ પવનો ગણાવ્યા છે. પુલનો એક ભાગ ધરાશાયી થયા બાદ બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. લદ્દાખના એલજી આરકે માથુર પોતે બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 કલાકના બચાવ કાર્ય પછી રવિવારે કાટમાળ નીચેથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બે લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોના નામ કોકી કુમાર (રાજૌરી) અને રાજ કુમાર (છત્તીસગઢ) છે. મૃત્યુ પામેલા લોકોમાં રાજકુમાર અને વરિન્દર જમ્મુ-કાશ્મીરના રાજૌરીના રહેવાસી હતા. આ સિવાય છત્તીસગઢના મનજીત અને પંજાબના લવ કુમારનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
" isDesktop="true" id="1197830" >
રાહત અને બચાવ કામગીરી માટે લદ્દાખના ડિવિઝનલ કમિશનર સૌગતા બિસ્વાસ દળો સાથે સંકલન કરી રહ્યા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર બચાવમાં સેનાની સ્થાનિક 102 બ્રિગેડ, પ્રોજેક્ટ વિનાયકના BRO કર્મચારીઓ અને એરફોર્સના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર