લદ્દાખ: લદ્દાખમાં એક મોટો અકસ્માત થયો છે. બુધવારે લદ્દાખ ક્ષેત્રમાં રોડ નિર્માણ કાર્ય દરમિયાન 12 લોકો સાથે એક ટિપર પડી જવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Two dead, others injured after a tipper with 12 people toppled yesterday in the Ladakh area while road construction work was on. Injured are being treated: defence officials
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. શોક વ્યક્ત કરતા રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતુ કે, લદ્દાખના સાસોમા-સાસેર લા વિસ્તારમાં GREF ટીપર પડવાનને કારણે અમૂલ્ય જાન ગુમાવવાથી અત્યંત દુઃખી છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું, આવું તેમણે કહ્યું હતું.
આ અગાઉ મંગળવારે પણ લેહમાં એક ભયાનક અકસ્માત થયો હતો. એક વાહન લપસીને 100 મીટર ઉંડી ખીણમાં પડી ગયું હતું. જેમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ દિલ્હીના રહેવાસી મોહમ્મદ ફિરોઝ, રિયાઝ અહેમદ અને આઝમ ખાન અને ઉત્તર પ્રદેશના રહેવાસી જીશાન અહેમદ તરીકે થઈ હતી.
ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે
લેહના પોલીસ અધિક્ષક પીડી નિત્યાએ ઘટના વિશે જણાવ્યું હતું કે ખારદુંગલા ટોપ પર બરફવર્ષાને કારણે અકસ્માત થયો હતો, જેના કારણે ત્યાં લપસણો ભાગ વધી ગયો હતો. તેમણે કહ્યું કે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, બચાવ ટુકડીઓ ઘાયલોમાંથી ત્રણને બચાવવામાં સફળ રહી હતી, જ્યારે ચોથા વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર