ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી UNએ કહ્યું- બંને પક્ષ સંયમથી કામ લે

News18 Gujarati
Updated: June 17, 2020, 10:21 AM IST
ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી UNએ કહ્યું- બંને પક્ષ સંયમથી કામ લે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પૂર્વી લદાખ (Ladakh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં ચીન સાથે હિંસક ઝડપ (India-china Rift)ની ઘટના પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એતોનિયો ગુતારેસ (Antonio Guterres) પર ચિંતા વ્યક્ત કરી છે. આ હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. ગુતારેસમાં ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર હિંસા અને મોતની ખબરોએ ચિંતા વધારી છે અને બંને પક્ષોથી વધુમાં વધુ સંયમ રાખવાનો આગ્રહ કરી રહ્યા છીએ.

એતોનિયો ગુતારેસના પ્રવક્તા એરી કનેકોએ મંગળવારે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસા અને મોતની ખબર પર અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ. અને બંને પક્ષોને સૌથી વધુ સંયમ રાખવાનો આગ્રહ કરીએ છીએ. કનેકોએ વધુમાં કહ્યું કે કોરોના સંકટના કારણે દુનિયા પહેલાથી જ મુશ્કેલીમાં છે તેવામાં બે દેશોએ સંયમ રાખવો જોઇએ. આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ કહ્યું કે સીમા પ્રબંધન પર જવાબદારીભર્યો દ્રષ્ટ્રિકોણ રાખતા ભારતનું સ્પષ્ટ રીતે માનવું છે કે અમારી તમામ ગતિવિધિઓ હંમેશા એલએસીના ભારતીય ભાગની તરફ થઇ છે. અને અમે ચીનથી પણ આજ આશા રાખી રહ્યા છીએ.

ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે 17 અન્ય સૈનિકો જે આત્યાધિક ઊંચાઇ પર ગતિરોધ વાળા સ્થળો પર શૂન્યથી નીચે તાપમાનમાં ડ્યૂટી દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને દમ તોડ્યો છે. તે પછી શહીદોની સંખ્યા વધીને 20 થઇ ગઇ છે. ભારત અને ચીન સૈનિકો વચ્ચે ગલવાન ક્ષેત્રના જે સ્થાન પર 15 અને જૂન 2020ની વચ્ચે ઝડપ થઇ છે. ત્યાં બંને સેનાના સૈનિકોને હટાવવામાં આવ્યા છે. ભારતીય સેના રાષ્ટ્રની સંપ્રભુતા અને અખંડતાની રક્ષા માટે અમે દ્રઢ અને પ્રતિબદ્ધ છીએ.

સેનાની તરફથી જાહેર એક સંક્ષિપ્ત વક્તવ્યમાં કહ્યું છે કે ગલવાન ઘાટીમાં તણાવ ઓછા કરવાની પ્રક્રિયા દરમિયાન સોમવાર રાતે હિંસક ટકરાવ થયો હતો. આ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા છે. આ વ્યક્તવ્યમાં બંને પક્ષોની તરફથી સેનાના વરિષ્ઠ અધિકારી તનાવ ઓછો કરવા માટે ઘટનાસ્થળે સંવાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  લદ્દાખ : ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલા કર્નલની માતા કહ્યું, 'એકનો એક દીકરો હતો છતાં શહીદી પર ગૌરવ'

વધુ વાંચો :  લદાખ સરહદે ગલવાન ઘાટીમાં 20 જવાન શહીદ, વાંચો ભારતીય સેનાનું નિવેદન
First published: June 17, 2020, 9:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading