Home /News /national-international /ચીનને ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ, ગલવાન ઘાટીમાં ફરકાવ્યો તિરંગો

ચીનને ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ, ગલવાન ઘાટીમાં ફરકાવ્યો તિરંગો

સુરક્ષા એજન્સીઓના સૂત્રોના મતે ભારતીય સેનાના જવાનોએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ગલવાનમાં રાષ્ટ્રીય ધ્વજ (national flag)ફરકાવ્યો હતો (તસવીર - એએનઆઈ)

Galwan valley - ભારતીય સેનાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મીડિયાના કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરાવ્યો હતો કે ચીને સૈનિકોએ થોડા દિવસો પહેલા આ ક્ષેત્રમાં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો

  નવી દિલ્હી : ભારતીય સેનાએ (Indian Army)નવા વર્ષના પ્રસંગે લદ્દાખની (Ladakh)ગલવાન ઘાટીમાં (Galwan Valley)તિરંગો ફરકાવ્યો છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોના મતે ભારતીય સેનાના જવાનોએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ગલવાનમાં રાષ્ટ્રીય ધ્વજ (national flag)ફરકાવ્યો હતો. સેનાએ આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે મીડિયાના કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરાવ્યો હતો કે ચીને સૈનિકોએ (China Troops)થોડા દિવસો પહેલા આ ક્ષેત્રમાં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો.

  કેટલાક દિવસો પહેલા ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચીને ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 15 સ્થાનોની ચીની અક્ષરો, તિબ્બતી અને રોમન વર્ણમાલાના નામની જાહેરાત કરી હતી. ચીન અરુણાચલ પ્રદેશના દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરે છે.

  ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી એલએસી

  ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના 15 સ્થાનોના નામ બદલવાના પગલાને સ્પષ્ટ રુપથી ફગાવી દીધું હતું અને સ્પષ્ટ કહ્યું હતું કે આ રાજ્ય હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને હંમેશા રહેશે. નામો બદલાવવાથી આ તથ્ય બદલાશે નહીં. ભારત અને ચીનની સરહદ 3488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) શેર કરે છે જેને લઇને બન્ને વચ્ચે વિવાદ છે.

  આ પણ વાંચો - રાજસ્થાનમાં પહાડોની વચ્ચે આ નદી ઉત્પન્ન કરે છે સોનુ, માટીની કિંમત છે રૂ. 250 કરોડ!

  2017માં પણ ચીને અરુણાચલમાં કેટલાક નામો બદલવાનો પ્રયત્ન કર્યો હતો

  ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થાનોના નામ પોતાની ભાષામાં ફેરફાર કરવાના રિપોર્ટ પર મીડિયાના એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ચીને એપ્રિલ 2017માં પણ આવા નામ બદલવાનો પ્રયત્ન કર્યો હતો.

  લદ્દાખ પાસે ચીનના 60,000 સૈનિકો તૈનાત

  પૂર્વી લદ્દાખમાં 20 મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને લદ્દાખમાં ભારતીય ક્ષેત્રની (india)સામે લગભગ 60,000 સૈનિકો તૈનાત કર્યા છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર પોતાની સેનાની ઝડપથી અવરજવરમાં મદદ કરવા માટે પોતાના બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ યથાવત્ રાખ્યું છે. ગરમીઓના મોસમમાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી કારણ કે તે ગરમીઓમાં પ્રશિક્ષણ માટે મોટી સંખ્યામાં સૈનિકોને સરહદ પર લાવ્યા હતા. તે હવે પોતાના સ્થાને પરત ફર્યા છે. જોકે તે હજુ પણ લદ્દાખના વિપરિત ક્ષેત્રોમાં લગભગ 60,000 સૈનિકો યથાવત્ છે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને આ જાણકારી આપી છે.

  ભારતે પણ ઘણા મજબૂત પગલા ભર્યા છે

  ચીન તરફથી ખતરાની સંભાવના બનેલી છે. કારણ કે તેમણે એલએસીની પાર બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ યથાવત્ રાખેલું છે. દૌલત બેગ ઓલ્ડી ક્ષેત્રની સામે અને પેંગોંગ ઝીલ ક્ષેત્ર પાસે નવા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે ભારતે પણ ચીન તરફથી કોઇ પણ સંભવતિ દુસ્સાહસને સુનિશ્ચિત કરવા માટે ઘણા મજબૂત પગલાં ભર્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ladakh, ભારત, ભારતીય સેના

  विज्ञापन
  विज्ञापन