Home /News /national-international /

શરમજનક! લૅબ ટેક્નીશિયને કોરોના ટેસ્ટ માટે યુવતીના પ્રાઇવેટ પાર્ટથી લીધું સેમ્પલ, ધરપકડ

શરમજનક! લૅબ ટેક્નીશિયને કોરોના ટેસ્ટ માટે યુવતીના પ્રાઇવેટ પાર્ટથી લીધું સેમ્પલ, ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

લૅબ ટેક્નીશિયને તકનો લાભ લઈ શરમજનક કૃત્ય કર્યું, પોલીસે દુષ્કર્મનો કેસ નોંધી કરી ધરપકડ

    મુંબઈઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના સમયમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના અમરાવતી (Amravati)માં લૅક ટેક્નીશિયન (Lab Technician)નું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. આ લૅબ ટેક્નીશિયને કોરોના ટેસ્ટ માટે 24 વર્ષની યુવતીના પ્રાઇવેટ પાર્ટથી સેમ્પલ (swab) લીધું. યુવતીની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મનો કેસ નોંધીને આરોપીને ધરપકડ કરી લીધી છે. આરોપી લૅબ ટેક્નીશિયનનું નામ અલ્પેશ અશોક દેશમુખ હોવાનું સામે આવ્યું છે.

    'ખબર એનડીટીવી'માં પ્રકાશિત અહેવાલ મુજબ, યુવતી સર્વિસ સ્ટોરમાં કામ કરે છે. તે સ્ટોરના એક કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ, તકેદારીના ભાગરૂપે 28 જુલાઈએ બાકીના તમામ કર્મચારીઓ ટેસ્ટ કરાવવા માટે સરકારી લૅમાં ગયા હતા. તે લૅબના ટેક્નીશિયને તકનો ફાયદો ઉઠાવી યુવતી સાથે શરમજનક કૃત્ય કર્યું.’

    આ પણ વાંચો, કોવિડ-19 દર્દીથી 9 દિવસ બાદ સંક્રમણ નથી ફેલાતું, નવા રિસર્ચમાં મોટો દાવો

    ઉલ્લેખનીય છે કે, તમામ પ્રયાસો છતાંય દેશમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ વધીને હવે 15 લાખને પાર પહોંચી ગયા છે. તેવામાં એક્ટિવ કેસોની સંખ્યા 5.28 લાખથી પણ વધુ છે.

    આ પણ વાંચો, લગ્નમાં ગાઇડલાઇનનું પાલન ન કરતાં દુલ્હા-દુલ્હન સહિત 43 મહેમાનો કોરોના પોઝિટિવ, પોલીસની કડક કાર્યવાહી

    મહારાષ્ટ્ર રાજ્ય કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોનાના કેસોની સંખ્યા ચાર લાખની આસપાસ છે. આ ઉપરાંત 1.46 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Corona test, Coronavirus, COVID-19, Maharashtra, ગુનો, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन