Home /News /national-international /વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં લોહી બનાવી લીધું, યુકેમાં થઈ રહ્યું છે ટેસ્ટિંગ

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં લોહી બનાવી લીધું, યુકેમાં થઈ રહ્યું છે ટેસ્ટિંગ

જીવ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ છેલ્લા 30 વર્ષમાં હરણફાળ ભરી છે.

જીવ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ છેલ્લા 30 વર્ષમાં હરણફાળ ભરી છે. પણ લોહી બનાવવામાં વૈજ્ઞાનિકો પાછળ હોવાનું ઘણા સમયથી કહેવાતું હતું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આ ક્ષેત્રે મોટી સફળતા મળી છે.

  લંડનઃ જીવ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ છેલ્લા 30 વર્ષમાં હરણફાળ ભરી છે. પણ લોહી બનાવવામાં વૈજ્ઞાનિકો પાછળ હોવાનું ઘણા સમયથી કહેવાતું હતું. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આ ક્ષેત્રે મોટી સફળતા મળી છે. વિશ્વના સૌથી પહેલા ક્લિનિક ટ્રાયલ દરમિયાન લેબોરેટરીમાં બનાવવામાં આવેલું લોહી લોકોને ચઢાવવામાંમાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

  આ ટ્રાયલ બાબતે યુકેના વૈજ્ઞાનિકોએ જાણકારી આપી છે. BBCના અહેવાલ મુજબ આ કૃત્રિમ લોહી શરીરની અંદર કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે નાના પ્રમાણમાં એટલે કે બે ચમચી જેટલા લોહીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

  અહીં ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિને લોહી પૂરું પાડવા રક્તદાન પર આધાર રાખવો પડે છે. આવી સ્થિતિમાં કૃત્રિમ લોહી અસરકારક નીવડે તો કરોડો લોકોના જીવ બચી શકે છે. ઘણા લોકોના બ્લડ ગ્રુપ દુર્લભ હોય છે. તેમને લોહી મેળવવામાં તકલીફ પડે છે. એનિમિયા જેવી તકલીફોમાં નિયમિત લોહી ચઢાવવું પડે છે. જો લોહી મેચ થતું ન હોય તો શરીર લોહી રિજેક્ટ કરવાનું શરૂ કરે છે અને સારવાર નિષ્ફળ જાય છે.

  A, B, AB અને O બ્લડ ગ્રુપમાં ટિસ્યુ મેચિંગ થઈ શકે છે. કેટલાક બ્લડ ગ્રુપ ખૂબ જ જૂજ હોય છે. દાખલા તરીકે, બોમ્બે બ્લડ ગ્રુપ. આ બ્લડ ગ્રુપના માત્ર ત્રણ યુનિટ જ દેશમાં ઉપલબ્ધ છે.

  લેબમાં લોહી કઈ રીતે તૈયાર થાય છે?

  એક રિસર્ચ પ્રોજેક્ટમાં બ્રિસ્ટલ, કેમ્બ્રિજ, લંડન અને એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટની ટીમોએ કામ કર્યું છે. આ પ્રોજેક્ટ ફેફસાંથી શરીરના બાકીના ભાગમાં ઓક્સિજન લઈ જતા લાલ રક્તકણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  તેઓ 470 મિલી લોહીથી શરૂ કરે છે. ચુંબકીય બિડ્સનો ઉપયોગ લાલ રક્તકણો બનવા માટે સક્ષમ સ્ટેમ સેલ્સને બહાર કાઢવા માટે થાય છે. આ સ્ટેમ સેલ્સને લેબ્સમાં મોટી સંખ્યામાં વધવા માટે બુસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ લાલ રક્તકણો બનવા માટે ગાઈડ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં લગભગ ત્રણ અઠવાડિયા લાગે છે અને લગભગ અડધા મિલિયન સ્ટેમ સેલ્સના પૂલ પરિણામે 50 અબજ લાલ રક્તકણો બને છે. ત્યારબાદ આને ટ્રાન્સપ્લાન્ટ માટે વિકાસના યોગ્ય તબક્કે તેવા લગભગ 15 અબજ લાલ રક્તકણો મેળવવા માટે ફિલ્ટર કરવામાં આવે છે.

  ટ્રાયલમાં ભાગ લેનારા બે લોકોનો હેતુ ઓછામાં ઓછા 10 તંદુરસ્ત સ્વયંસેવકોમાં લોહીનું પરીક્ષણ કરવાનો છે. તેમને ઓછામાં ઓછા ચાર મહિનાના અંતરે 5-10 મિલીના બે રક્તદાન મળશે. જેમાંએક સામાન્ય લોહી અને બીજું પ્રયોગશાળામાં બનાવવામાં આવેલ લોહી હશે. પ્રયોગશાળાનું લોહી સામાન્ય કરતાં વધુ શક્તિશાળી હશે, તેવી આશા સેવાઈ રહી છે.

  અહીં ઉલ્લેખનિય છે કે, લાલ રક્તકણો સામાન્ય લગભગ 120 દિવસ સુધી ચાલે છે. રક્તદાનના લોહીમાં સામાન્ય રીતે યુવાન અને વૃદ્ધના લાલ રક્તકણોનું મિશ્રણ હોય છે. જ્યારે પ્રયોગશાળામાં બનેલુ રક્ત તાજું બનાવવામાં આવે છે, તેથી તે સંપૂર્ણ 120 દિવસ સુધી ચાલવું જોઈએ.

  કેટલાક પડકારો છે સામે

  જો કે, કૃત્રમ લોહી બનાવવામાં નાણાંકીય અને તકનીકી પડકારો છે. સરેરાશ રક્તદાન માટે એનએચએસનો ખર્ચ આશરે £130 થાય છે. લોહી બનાવવા પાછળ વધુ ખર્ચ થશે. બીજો પડકાર એ છે કે, લેવામાં આવેલા સ્ટેમ સેલ્સ આખરે પોતાને ખતમ કરી દે છે પરિણામે તે બનાવવામાં આવતા લોહીના જથ્થાને મર્યાદિત કરે છે. ક્લિનિકલી જરૂરી વોલ્યુમોનું ઉત્પાદન કરવા માટે વધુ સંશોધનની જરૂર પડશે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Blood, Blood clot risk, Blood donation

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन