Home /News /national-international /

સ્મૃતિના સોગંદનામા પર કોંગ્રેસનો ટોણો - 'ક્યૂંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી'

સ્મૃતિના સોગંદનામા પર કોંગ્રેસનો ટોણો - 'ક્યૂંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી'

સ્મૃતિ ઇરાની (ફાઇલ તસવીર)

સ્મૃતિ 2004 અને 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી. બંને વખત તેણીએ પોતાની શૈક્ષણિક લાયકાત અલગ અલગ જણાવી હતી.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખત આપવામાં આવેલા સોગંદનામામાં સ્મૃતિએ કહ્યું છે કે તેણી ગ્રેજ્યુએટ નથી. તેણીએ વચ્ચેથી જ કોલેજ છોડી દેવી પડી હતી. જે બાદમાં કોંગ્રેસ પાર્ટીએ સ્મૃતિ પર હુમલો કરી દીધો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે સ્મૃતિ ઇરાનીનું સોગંદનામું એ વાતની સાબિતી છે કે તેણીએ આ પહેલા ખોટું બોલ્યું હતું. આ માટે તેણીનું ઉમેદવારી ફોર્મ રદ કરવું જોઈએ.

    પાર્ટી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટીવી સીરિયલ 'ક્યૂંકી સાંસ ભી કભી બહૂ'થીની થીમ લાઇન પર સ્મૃતિ ઇરાની પર હુમલો કરતા કહ્યું કે, એક નવી ધારાવાહિક આવી રહી છે-'ક્યૂંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએર થી.' ધારાવાહિકની શરૂઆતની લાઇન જણાવ્યા કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, "લાયકાતના સ્વરૂપો પણ બદલાતા રહે છે. નવાં નવાં આકારમાં ઢળે છે. એક ડીગ્રી આવે છે, એક ડીગ્રી જાય છે, એફિડેવિટ નવા બને છે." ન્યૂઝ એજન્સી ANIએ આ અંગેનો વીડિયો શેર કર્યો હતો.

    ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યુ કે, સ્મૃતિ ઇરાનીએ ડીગ્રી અંગે પોતાના અસત્યને સોગંદનામામાં પ્રમાણિત કર્યું હોવાથી હવે તેની જગ્યા લોકોની વચ્ચે કે સંસદમાં નથી પરંતુ જેલમાં છે. સ્મૃતિ ઇરાની વારંવાર લોકો અને ચૂંટણી પક્ષ સામે ખોટું બોલતી આવી છે. ફરી એકવાર તેણીનું અસત્ય સામે આવ્યું છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, બીજેપીએ એક એવા નેતાને દેશના મહત્વપૂર્ણ પદ પર બેસાડ્યા હતા જેની પોતાની ડીગ્રી શંકાના ઘેરામાં હતી. આખરે હકીકત સામે આવી છે. આ જ મોદીના બીજેપીનું ન્યૂ ઇન્ડિયા વિઝન છે.

    અવસ્થીએ વધુમાં કહ્યુ કે, સ્મૃતિએ ક્યારેક પોતાને બીએ તો ક્યારેક બી.કોમ પાસ ગણાવી હતી. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેણીએ હવે જાતે જ એવું સાબિત કરી દીધું છે કે તેણી બી.કોમ ફેલ છે. અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે તેણીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.

    હકીકતમાં સ્મૃતિ ઇરાનીની ડીગ્રીને લઈને ખૂબ વિવાદ થયો હતો. સ્મૃતિ 2004 અને 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી. બંને વખત તેણીએ પોતાની શૈક્ષણિક લાયકાત અલગ અલગ જણાવી હતી.

    2004માં સ્મૃતિએ કહ્યું હતું કે તેણીએ બી.એ. પાસ કર્યું છે. જ્યારે 2014માં અમેઠીની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેણીએ સોગંદનામામાં લખ્યું હતું કે તેની પાસે બી.કોમની ડીગ્રી છે. જે બાદમાં તેની ડીગ્રીને લઈને વિવાદ થયો હતો. જે સમયે આ વિવાદ થયો ત્યારે તેણી માનવ સંસાધન વિકાસ મંત્રીના પદે બિરાજમાન હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Lok sabha election 2019, Smriti Irani, Tv serial, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन