ચિંતા! કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, 8 લાખ લોકો પર સંકટ

News18 Gujarati
Updated: July 31, 2020, 8:28 AM IST
ચિંતા! કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, 8 લાખ લોકો પર સંકટ
પ્રતીકાત્મક તસવીર

કુવૈત સરકારે જાહેરાત કરી કે ભારત સહિત 7 દેશોના લોકોને કુવૈતમાં પ્રવેશ નહીં આપવામાં આવે

  • Share this:
કુવૈત સિટીઃ કુવૈત (Kuwait)એ કડક પગલાં ભરતાં હાલ દેશમાં ભારતીય નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુરુવારે કુવૈત સરકારે જાહેરાત કરી કે 1 ઓગસ્ટથી ભારત (India), પાકિસ્તાન (Pakistan), નેપાળ (Nepal), બાંગ્લાદેશ (Bangladesh), શ્રીલંકા (Sri Lanka), ઈરાન (Iran) અને ફિલિપાઇન્સ (Philipines)થી આવનારાને બાદ કરતાં અન્ય દેશોમાં રહેનારા કુવૈત નાગરિક અને પ્રવાસી અવર-જવર કરી શકે છે. કુવૈતે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટથી સાડા ત્રણ મહિનાથી બંધ આંતરરાષ્ટ્રીય પ્લેન સેવાઓમાં પણ શરૂ કરી દેવામાં આવશે.

ભારતીય વિદેશ મંત્રાલયને ભારતીય નાગરિકો પર મૂકવામાં આવેલી પાબંધીની જાણકારી છે અને તેઓ આ મામલે પ્રશાસનિક સ્તરે ઉકેલ શોધવાનો પ્રયાસો કરી રહ્યા છે. ‘અરબ ન્યૂઝ’ના રિપોર્ટ મુજબ, ઈન્ડિયા કમ્યૂનિટી સપોર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજપાલ ત્યાગીએ જણાવ્યું કે આ નિર્ણયથી તે હજારો લોકોની નોકરીઓલ જતી રહેશે જે ભારત જઈને ત્યાં મહામારીને કારણે ફસાઈ ગયા છે. આવા અસંખ્ય પરિવાર છે જેમના કેટલાક સભ્યો કુવૈતમાં રહી ગયા છે અને કેટલાક ભારત જઈને ફસાઈ ગયા છે. હવે તેઓ કુવૈત પરત આવવા માંગે છે. તેઓએ કહ્યું કે, રજાઓ પર ગયેલા લોકો પરત નથી પહોંચતા તો તેમની નોકરીઓ જઈ શકે છે. ઘણા બધા લોકોના વીઝા ખતમ થવાના છે અને આગળ કુવૈતનું આવું વલણ રહ્યું તો તે રિન્યૂ નહીં કરવામાં આવે.

કુવૈત બનાવી રહ્યો છે નવો કાયદો

નોંધનીય છે કે, કુવૈતની સરકારે ભારતીય કામદારો માટે એક મોટો નિર્ણય લીધો છે. કુવૈતની સરકારે એક નવો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં વિદેશી લોકોને દેશમાં કામ કરવાની મંજૂરી સંબંધિત કેટલાક નવા નિયમ બનાવવામાં આવી રહ્યા છે. ભારતીય કામદારો માટે રાહતની વાત એ છે કે આ પ્રસ્તાવિત કાયદા હેઠળ કુવૈતમાં કામ કરનારા ભારતીય લોકો માટે 15 ટકાનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. જોકે આ કાયદો લાગુ થયો તો લગભગ 8.5 લાખ ભારતીયોને પરત સ્વદેશ ફરવું પડશે.

આ પણ વાંચો, New Education Policy 2020: બોર્ડ પરીક્ષાથી લઈને કોલેજ સુધી, જાણો નવી શિક્ષણ નીતિમાં શું-શું બદલાયું

અંગ્રેજી અખબાર ‘અરબ ન્યૂઝ’ મુજબ, નવા કાયદા હેઠળ સ્થાનિક કામદારો, ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલના સભ્ય દેશોના નાગરિકો, સરકારી કોન્ટ્રાક્ટમાં કામ કરનારા લોકો, ડિપ્લોમેટ્સ અને કુવૈતી નાગરિકોના સંબંધને કોટા સિસ્ટમથી બહાર રાખવામાં આવશે. નોંધનીય છે કે, કુવૈત પોતાના નાગરિકો અને બહારથી આવેલા લોકોની વચ્ચે રોજગારનું સંતુલન રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ પણ વાંચો, જાણો શું છે ગોલ્ડન ઍરો સ્ક્વોડ્રન, રાફેલની એન્ટ્રી બાદ જેની થઈ ફરીથી શરૂઆત

સ્થાનિક અખબાર ‘કુવૈત ટાઇમ્સ’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાનો ઉદ્દેશ્ય બીજા દેશોના લોકોને કુવૈતમાં નોકરી મેળવવાથી રોકવાનો છે. જોકે એક નિશ્ચિત સંખ્યામાં વિદેશી લોકોને નોકરી કરવા અને કંપનીઓને નોકરી આપવાની છૂટ રાખવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: July 31, 2020, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading