Home /News /national-international /VIDEO: રાશન કાર્ડમાં 'દત્તા' સરનેમની જગ્યાએ 'કુત્તા' લખાઈને આવ્યું, અધિકારીને જોઈ આ શખ્સ ભોંકવા લાગ્યો

VIDEO: રાશન કાર્ડમાં 'દત્તા' સરનેમની જગ્યાએ 'કુત્તા' લખાઈને આવ્યું, અધિકારીને જોઈ આ શખ્સ ભોંકવા લાગ્યો

અધિકારી પર આ શખ્સ ભોંકવા લાગ્યો

એક અક્ષરની ભૂલના કારણે તેના નામનો અર્થનો અનર્થ થઈ ગયો. રાશન કાર્ડમાં થયેલી આ ભૂલથી આ શખ્સ એટલો નારાજ થઈ ગયો કે, અધિકારી સામે ભોંકવા લાગ્યો હતો. હવે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    સરકારી દસ્તાવેજોમાં ઘણી વાર નામની સાથે ગરબડ થઈ જતી હોય છે, પણ પશ્ચિમ બંગાળના એક શખ્સ સાથે આવી જ ઘટના થઈ હતી, જેને જાણીને આપ માથુ પકડી લેશો. એક અક્ષરની ભૂલના કારણે તેના નામનો અર્થનો અનર્થ થઈ ગયો. રાશન કાર્ડમાં થયેલી આ ભૂલથી આ શખ્સ એટલો નારાજ થઈ ગયો કે, અધિકારી સામે ભોંકવા લાગ્યો હતો. હવે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

    વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક શખ્સના હાથમાં કાગળ લઈ અધિકારીની ગાડી સાથે ભાગતો દેખાઈ રહ્યો છે. તે અધિકારીને જોઈને ભોંકે છે અને પછી તેમને કાગળ બતાવે છે. આ શખ્સની આ પ્રકારની હરકત જોઈ આજૂબાજૂના લોકો હેરાન રહી ગયા હતા.


    નામમાં થઈ હતી મોટી ભૂલ


    પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રાશન કાર્ડમાં આ શખ્સનું નામ ખોટી રીતે છપાઈને આવ્યું હતું. શ્રીકાંત કુમાર 'દત્તા' ની જગ્યાએ 'કુત્તા' લખાઈને આવ્યું હતું. કેટલીય વાર નામ ઠીક કરવાની કોશિશ કરી પણ તેને સફળતા મળી નહીં. આ વાત પર શખ્સ નારાજ થઈ ગયો અને હાથમાં કાગળ લઈ અધિકારીની ગાડી પાસે આવીને ભોંકવા લાગ્યો હતો.

    આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે કરી મજેદાર કમેન્ટ


    આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો આ શખ્સની મજાક ઉડાવી રહ્યા છે, તો અમુક લોકો તેને અધિકારીની ભૂલ ગણાવી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video

    विज्ञापन
    विज्ञापन