સગીરાનું અપહરણ કરીને અડધા ડઝન હવસખોરોએ કર્યો ગેંગરેપ

News18 Gujarati
Updated: June 10, 2019, 7:31 AM IST
સગીરાનું અપહરણ કરીને અડધા ડઝન હવસખોરોએ કર્યો ગેંગરેપ
ગેંગરેપ દરમ્યાન નાબાલિગ બેભાન થઈ જતા, હવસખોરો તેને તેના ઘરની નજીક ફેંકીને ભાગી ગયા.

ગેંગરેપ દરમ્યાન નાબાલિગ બેભાન થઈ જતા, હવસખોરો તેને તેના ઘરની નજીક ફેંકીને ભાગી ગયા.

  • Share this:
ઉત્તર પ્રદેશના અલીગઢમાં માસૂમ બાળકીની હત્યાનો મામલો હજુ ટંડો થયો નથી એવામાં કુશીનગરમાં નાબાલિગ સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. અહીં હવસખોરોએ એક નાબાલિગ છોકરીને તેના ઘર પાસેથી જબરદસ્તી કીડનેપ કરી અને અડધા ડઝન લોકોએ ગેંગરેપ કર્યો

ગેંગરેપ દરમ્યાન નાબાલિગ બેભાન થઈ જતા, હવસખોરો તેને તેના ઘરની નજીક ફેંકીને ભાગી ગયા. પીડિતાની મા, ઘટનાની જ્યારે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી તો, પોલીસ અધિકારીએ તેની વાત સાંભળવાને બદલે તેને જ ખરૂ ખોટુ સંભળાવ્યું. જ્યારે મામલો મીડિયામાં આવ્યો તો, પોલીસે કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી.

પીડિતાની મા અનુસાર, ગામમાં એક પરિવાર સાથે તેમને વિવાદ થયો હતો. શુક્રવાર રાત્રે વિપક્ષીના ઘરે દાવત હતી, જેમાં કેટલાક બહારના લોકો પણ આવ્યા હતા. અડધા ડઝનથી ઉપર લોકોએ ભોજનની સાથે દારૂ પીધો. રાત્રે લગભગ આઠ વાગ્યે નશાની હાલતમાં ગાળો દેતા તેમના દરવાજે આવ્યા, અને તેમની 13 વર્ષની દીકરીને જબરદસ્તી કિટનેપ કરી દુષ્કર્મ કર્યું.

સીઓ રામદાસ પ્રસાદે જણાવ્યું કે, શનીવારે એક નાબાલીગ સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદ પર મામલો નોંધીને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...