પતિની હેવાનિયત: 3 બાળકો સહિત પત્નીનું ગળુ કાપી નાખ્યું, પછી ખાધુ ઝેર, આખું ગામ હચમચી ગયું

પોલીસે તપાસ શરૂ કરી

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. પતિની હાલત નાજુક છે, જેને સારવાર માટે ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો

 • Share this:
  કુશીનગર : ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કસાયા પોલીસ સ્ટેશન હેઠળ કુડવા દિલીપનગરના ગોપાલ ટોલામાં, એક દારૂડીયા પતિએ તેની પત્ની અને ત્રણ માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા કરી અને પછી પોતે ઝેર પી લીધું. આ ઘટનામાં પત્ની અને ત્રણ બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પતિની હાલત નાજુક છે, જેને સારવાર માટે ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક રહે છે. આ ઘટનાનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. જિતેન્દ્ર, જેણે તેની પત્ની અને તેના ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, તેને પત્ની લીલાવતી સાથે થોડા દિવસો પહેલા ઝગડો થયો હતો, જેના કારણે લીલાવતી બાળકો સાથે તેના મામાના ઘરે ગઈ હતી. થોડા દિવસો પહેલા જીતેન્દ્ર સમજાવી મામાના ઘરેથી પત્ની અને બાળકો સાથે ઘરે આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી.

  ઘટના બાદ એસપી સચિન્દ્ર પટેલે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે તમામ મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કસાયા પોલીસ સ્ટેશન હેઠળ કડવા દિલીપનગરના ગોપાલ ટોલાના રહેવાસી અને ચણતર-પ્લાસ્ટરનું કામ કરતા જીતેન્દ્રના દારૂના વ્યસનથી સમગ્ર પરિવાર પરેશાન હતો. આર્થીક તંગી વચ્ચે જીતેન્દ્રનું પીવાનું આખા પરિવાર પર ભારે પડી રહ્યું હતું. જીતેન્દ્રની પત્ની લીલાવતી દારૂ પીવા અંગે અવારનવાર ઝગડો કરતી હતી. થોડા દિવસો પહેલા જીતેન્દ્ર અને લીલાવતી વચ્ચે બીજો વિવાદ થયો હતો, જેના કારણે લીલાવતી ગુસ્સામાં પોતાના મામાના ઘરે ગઈ હતી. રક્ષાબંધનના એક દિવસ પહેલા જિતેન્દ્ર પણ તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો અને પત્ની લીલાવતીને સમજાવી ઘરે આવ્યો હતો, દારૂ ન પીવાનું વચન આપ્યું હતું. તે થોડા દિવસો સુધી સારું રહ્યું, પણ પછી ફરી દારૂ પીવા લાગ્યો, જેના કારણે લીલાવતી અને તેની વચ્ચે ઝઘડો થયો.

  ગઈ રાતે જિતેન્દ્ર માછલી લઈ આવ્યો હતો, તેની પત્ની અને ત્રણ બાળકોને ખવડાવ્યું હતું અને પછી બધા સૂઈ ગયા હતા. ત્યાર બાદ બપોર સુધી તેના ઘરમાં કોઈ હલચલ ન થઈ, તેથી પડોશીઓને શંકા ગઈ. પાડોશીઓએ જીતેન્દ્ર અને તેના બાળકોને નામથી બોલાવ્યા પરંતુ કોઈ જવાબ ન મળતા પડોશીઓએ દરવાજો તોડ્યો. જ્યારે તેઓ અંદર પ્રવેશ્યા, ત્યારે ત્રણ બાળકો, 8 વર્ષનો આકાશ, 6 વર્ષનો વિકાસ અને 4 વર્ષનો નિખિલ પાટિયા પર પડ્યો હતો, જેમને ક્રૂરતાપૂર્વક કાપવામાં આવ્યા હતા. લીલાવતી પણ થોડા અંતરે મૃત અવસ્થામાં પડી હતી. જીતેન્દ્ર પણ બેભાન હતો, જેને સ્થાનિક લોકોએ CHCમાં દાખલ કર્યો હતો, જ્યાંથી તેને ગોરખપુર મેડિકલ માટે રીફર કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - શરમ જનક! PORN VIDEO જોઈ બહેને સગા નાના ભાઈ સાથે એવું કૃત્ય કર્યું કે મુંબઈ હચમચી ગયું

  એક મહિલા સહિત ત્રણ માસુમ બાળકોની હત્યાથી આખું ગામ હચમચી ગયું હતું. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ચારેય મૃતદેહોને કબજામાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. બાદમાં પોલીસ અધિક્ષક સચિન્દ્ર પટેલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એસપીએ કહ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દારૂ વ્યસની જીતેન્દ્રને ઉચ્ચ તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અન્ય સ્થળોએ તપાસ ચાલી રહી છે.
  Published by:kiran mehta
  First published: