Home /News /national-international /કૂનો નેશનલ પાર્કમાં દમ તોડી રહ્યા છે ચિત્તા! બે દિવસમાં 3 બચ્ચાના મોત, ચોથાની હાલત ગંભીર
કૂનો નેશનલ પાર્કમાં દમ તોડી રહ્યા છે ચિત્તા! બે દિવસમાં 3 બચ્ચાના મોત, ચોથાની હાલત ગંભીર
kuno national park
કૂનોમાં માદા ચિત્તા જ્વાલાએ 27 માર્ચના રોજ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો, પમ અહીં ગરમીના કારણે ઓછા વજન અને ડિહાઈડ્રેશનનો શિકાર થઈ ગયા. મુખ્ય વન સંરક્ષક અધિકારી જેએસ ચૌહાણે બચ્ચાના મોતની પુષ્ટિ કરી છે.
ભોપાલ: દેશમાં ચિત્તાઓ ઉછેરવાની યોજનાને મોટો ધક્કો લાગ્યો છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ગુરુવારે માદા ચિત્તા જ્વાલાના બે બચ્ચાના મોત વધારે પડતી ગરમીના કારણે થઈ ગયા છે. આ અગાઉ મંગળવારે પણ એક બચ્ચાનું મોત થઈ ગયું હતું. જ્વાલાના ચાર બચ્ચામાંથી ત્રણના મોત થઈ ચુક્યા છે. હવે ફક્ત એક બચ્ચું જીવતું છે. તેને પણ ગંભીર હાલતમાં પાલપુર ચિકિત્સાલયમાં રાખવામાં આવ્યું છે. તો વળી બે મહિનાની અંદર અત્યાર સુધીમાં 6 ચિત્તાના મોત થઈ ચુક્યા છે.
કૂનોમાં માદા ચિત્તા જ્વાલાએ 27 માર્ચના રોજ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો, પમ અહીં ગરમીના કારણે ઓછા વજન અને ડિહાઈડ્રેશનનો શિકાર થઈ ગયા. મુખ્ય વન સંરક્ષક અધિકારી જેએસ ચૌહાણે બચ્ચાના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, માદા ચિત્તાના બચ્ચાનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ, પણ દિવસનું તાપમાન 46થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તેના કારણે બચ્ચા હેરાન થઈ રહ્યા છે.
#WATCH | MP: Today when the monitoring team visited the park, the cub looked weak, so the team called veterinary doctors and took the cub to the hospital but after 5-10 minutes, it cub died. The cause of death is due to immense weakness. Further details of the cause can be given… pic.twitter.com/zIsCLP2tiX
દેશમાં ચિત્તા 70 વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચુક્યા છે. ત્યાર બાદ ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ જથ્થામાં નામીબિયાથી 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. 17 સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને વાડામાં છોડ્યા હતા. ત્યાર બાદ 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી વધું 12 ચિત્તા લાવ્યા હતા. ચાર બચ્ચાના જન્મ બાદ કુલ સંખ્યા 24 થઈ ગઈ હતી. બચ્ચાના જન્મના બે દિવસ બાદ માદા ચિત્તા સાશાનું મોત થઈ હતું. ત્યાર બાદ ચિત્તા ઉદય અને દક્ષાનું મોત થઈ ગયું. ત્રણ બચ્ચાના મોત બાદ હવે સંખ્યા 18 પર આવી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર