Home /News /national-international /

પ્રયાગરાજ : કુંભ મેળામાં દિગમ્બર અખાડામાં આગ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ

પ્રયાગરાજ : કુંભ મેળામાં દિગમ્બર અખાડામાં આગ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ

એક ડઝન ટેન્ટ બળીને ખાખ

પ્રયાગરાજના કુંભ મેળામાં પ્રથમ શાહી સ્નાનના એક દિવસ પહેલા જ દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે.

    પ્રયાગરાજ : કુંભ મેળામાં આગના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં પ્રથમ શાહી સ્નાનના એક દિવસ પહેલા જ દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. અહીં સંગમ તટ પર બનાવવામાં આવેલા દિગમ્બર અખાડાના એક ટેન્ટમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગને કારણે ટેન્ટ સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગ પણ તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટને કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

    દિગમ્બર અખાડાના ટેન્ટમાં આગ લાગી જવાને કારણે અહીં હાજર સાધુ-સંતોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન આશરે એક ડઝન જેટલા ટેન્ટ્સ આગની ઝપેટમાં આવી ગયા હતા. સાધુ સંતોએ જણાવ્યું હતું કે આગને કારણે ખૂબ નુકસાન થયું છે. આગ બાદ દૂરથી પણ ધૂમાડો જોઈ શકાતો હતો.

    પોલીસના જણાવ્યા પ્રમાણે આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. હાલ ફાયરબ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે.  આગની ઘટના બાદ આ વિસ્તારમાંથી કાટમાળી હટાવી લેવામાં આવ્યો છે.

    અમુક લોકોનું કહેવું છે કે 12 વાગ્યે દિગમ્બર અખાડામાં પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ અચાનક ટેન્ટમાં આગ લાગી ગઈ હતી. જ્યારે અમુક લોકોએ દાવો કર્યો હતો કે સાધુ-સંતોએ ટેન્ટમાં દીવો સળગાવ્યો હતો જેના કારણે આગ લાગી ગઈ છે. કહેવાય છે કે સિલિન્ડરમાં ગેસ લીકેજને કારણે આગ લાગી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kumbh 2019, Prayagraj, Sadhu, કુંભ, કુંભ મેળો

    આગામી સમાચાર