સોનિયા-રાહુલને મળ્યા કુમારસ્વામી, શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવવા આપ્યું આમંત્રણ

News18 Gujarati
Updated: May 21, 2018, 9:03 PM IST
સોનિયા-રાહુલને મળ્યા કુમારસ્વામી, શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવવા આપ્યું આમંત્રણ
કર્ણાટકના ભાવી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકા કરીને શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

કર્ણાટકના ભાવી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકા કરીને શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું હતું.

  • Share this:
કર્ણાટકના ભાવી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકા કરીને શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું હતું. તેઓ મંત્રલાય વિશે વાતચીત કરવા માટે દિલ્હી આવ્યા હતા. વિધાનસભામાં ચૂંટણીમાં જેડીએસની તુલનામાં કોંગ્રેસની સીટો બેગણી છે. આમ છતાં સીએમ પદ માટે કુમારસ્વામી શપથ લેશે. કુમારસ્વામીએ કોંગ્રેસના નેતાઓને મળ્યા પહેલા માયાવતીને મળ્યા હતા.

જેડીએસ નેતા કુમારસ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, ગાંધી પરિવાર પ્રત્યે મને માન છે. મેં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને બુધવારે થનારા શપથ ગ્રહણ કાર્યક્રમમાં આવવા આમંત્રણ આપ્યું છે. બંનેએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ શપથ ગ્રહણ કાર્યક્રમમાં જરૂર આવશે.

કુમારસ્વામી જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસ સાથે બિનબીજેપી ગઠબંધન કેટલું મજબૂત છે. તો તેમણે કહ્યું હતું કે, એતો સમય જ બતાવશે. કોંગ્રેસ લીડર મલ્લિકાર્જૂન ખડગેએ સંકેત આપ્યો હતો કે, કુમારસ્વામી બુધવારે એકલા જ શપથ ગ્રહણ કરી શકે છે. મંત્રિમંડળના બાકીના સભ્યો કુમારસ્વામીના સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યાના 24 કલાક બાદ શપથ લેશે.

અમિત શાહે શું કહ્યું હતું ?

કર્ણાટકમાં સરકાર બનાવવાને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ ઉપર શાબ્દીક હુમલો કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, કર્ણાટકમાં જનતાનો નિર્ણય કોંગ્રેસ વિરૂદ્ધ આવ્યો છે. કોંગ્રેસ કઇ બાબતની ઉજવણી કરી રહી છે એ સમજાતું નથી. કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ વિરૂદ્ધનો હોવા છતાં આ પાર્ટી હારમાં જીત શોધી રહી છે.
First published: May 21, 2018, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading