JDS-કોંગ્રેસના બળવાખોર MLAને BSYની ઓફર, કુમારસ્વામી-સિદ્ધાર્થમૈયાએ મિલાવ્યો હાથ!

News18 Gujarati
Updated: June 30, 2018, 11:01 PM IST
JDS-કોંગ્રેસના બળવાખોર MLAને BSYની ઓફર, કુમારસ્વામી-સિદ્ધાર્થમૈયાએ મિલાવ્યો હાથ!
સિદ્ધારમૈયા અને એચડી કુમારસ્વામી, ફાઈલ ફોટો

  • Share this:
કર્ણાટક બીજેપીના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા એક વખત ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર નજર ગડાવીને બેઠા છે. પાછલા મહિને કોંગ્રેસ-જેડીએસની એકતાને લઈને સીએમ પદની શપથ લીધાના 56 કલાકમાં યેદિયુરપ્પાને રાજીનામું આપવું પડ્યું હતું.

બેંગ્લોરમાં શુક્રવારે બીજેપીના પ્રદેશ પદાધિકારીઓને સંબોધિત કરતાં પૂર્વ સીએમએ વર્તમાન કુમારસ્વામી સરકારથી નારાજ ચાલી રહેલ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને બીજેપીમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી હતી. જો આ ધારાસભ્યો બીજેપીમાં સામેલ થઈ જાય તો એચડી કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી ભાગે.

પાર્ટીના અંદરના સુત્રોની માનીએ તો યેદિયુરપ્પા વર્તમાનમાં રાજ્યમાં બની રહેલ રાજકિય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માંગે છે. તે માટે તેઓ કોંગ્રેસ-જેડીએસના એક ડઝનથી વધારે ધારાસભ્યોને સાધવામાં લાગ્યા છે.

ચાર દિવસ પહેલા જ તેમને અમદાવાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. જોકે, તેમને પાછળથી સ્પષ્તા કરી હતી કે, આ બંને વચ્ચે લોકસભા ઈલેક્શનની તૈયારીઓને લઈને ચર્ચા થઈ, પ્રદેશની રાજનીતિ પણ કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી.

કર્ણાટકના કેટલાક બીજેપી નેતાઓનું કહેવું છે કે, બીજેપી કેન્દ્રીય લીડરશિપનું ફોકસ જેડીએસ-કોંગ્રેસની સરકારને તોડી પાડવા પર છે. તેમને યેદિયુરપ્પાને આવતા વર્ષે થનાક લોકસભા ઈલેક્શનની તૈયારીઓ પર ફોકસ કરવાનું કહ્યું છે, જે રાજકીય રીતે વધારે મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય નેતૃત્વે યેદિયુરપ્પાને કર્ણાટકની ગઠબંધન સરકારને લઈને ચિંતા ન કરવાનું કહ્યું છે.

બીજેપીના સીનિયર નેતાએ કહ્યું, "અમારી હાઈકમાન ઈચ્છે છે કે, કોંગ્રેસ જેડીએસની સરકાર પોતાની જાતે જ પડી ભાગે. તેમને ખબર છે કે, લોકસભાની ચૂંટણી પછી ગઠબંધનની સરકાર વધારે સમય ટકતી નથી. જો હાલમાં આ સરકાર પડી ભાગે છે તો તેનો સીધો આરોપ બીજેપી સરકાર પર આવશે, પરંતુ યેદિયુરપ્પાને શાંતિ નથી."કર્ણાટકની રાજનીતિમાં બની રહેલી પરિસ્થિતિને જોતા કુમારસ્વામીએ ગઠબંધન સરકારથી નારાજ ચાલી રહેલા સીએમ સિદ્ધાર્થમૈયા સાથે હાથ મિલાવવા માટે શુક્રવારે રાત્રે પહેલ કરી. એક ટ્વિટમાં તેમને લખ્યું કે, સરકારમાં સિદ્ધારમૈયા મોટી ભૂમિકા ભજવશે.

કુમારસ્વામીના ટ્વિટના જવાબમાં સિદ્ધાર્થમૈયાએ પોતાની નારાજગી સાથે જોડાયેલા બધા જ સમાચારોને અફવા ગણાવી હતી. તેમને કહ્યું કે, સરકાર સ્થિર છે. એક ટ્વિટમાં તેમને મીડિયા પર આરોપ લગાવ્યો કે, વીડિયોના એડિટેડ ભાગ બતાવીને તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

જોકે શનિવારે કુમારસ્વામીએ કાવેરી મુદ્દા પર ઓલ-પાર્ટીની બેઠક બોલાવી હતી જેમાં યેદિયુરપ્પા સામેલ થયા પરંતુ સિદ્ધાર્થમૈયા ગાયબ રહ્યાં હતા. આ દરમિયાન સિદ્ધારમૈયા વરિષ્ઠ કોંગ્રેસ નેતા એબી પાટીલ સાથે મુલાકાત કરી રહ્યાં હતા, જેમને આ વખતે મંત્રી બનાવવામાં આવ્યા નથી.

આ વચ્ચે કુમારસ્વામી 05 જુલાઈએ પોતાની સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવાના છે. સોમવારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે. હવે તે જોવાનું રહેશે કે, સંસદમાં સિદ્ધારમૈયા ગઠબંધન સરકારનો બચાવ કરે છે અથવા ચૂપચાપ બેસીને તમાશો જુએ છે.
First published: June 30, 2018, 11:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading