આજે સોનિયા-રાહુલને મળશે કુમારસ્વામી, કેબિનેટના મંત્રીઓને લઇને થશે ચર્ચા

News18 Gujarati
Updated: May 21, 2018, 9:38 AM IST
આજે સોનિયા-રાહુલને મળશે કુમારસ્વામી, કેબિનેટના મંત્રીઓને લઇને થશે ચર્ચા

  • Share this:
કર્ણાટકની ચૂંટણી દરમિયાન ચાલી રહેલા હાઇવોલ્ટેજ ડ્રામા પરિણામ બાદ સમાપ્ત થઇ ગયો. રાજ્યમાં હવે કોંગ્રેસ-જેડીએસ સરકાર બનવા જઇ રહી છે. 23 મી મેના રોજ જનતા દળ સેક્યુલર (જેડીએસ) ના નેતા એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદના શપથ પહેલા ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન, કર્ણાટકના કેબિનેટના સંભવિત પ્રધાનો અંગે ચર્ચા થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસસ્વામીની સાથે કુલ 33 મંત્રીઓ શપથ લેશે. જેમા કોંગ્રેસ પાસે 20 અને જેડીએસના 13 ધારાસભ્યો સામેલ છે. 224 સાંસદો વાળી વિધાનસભામાં સીએમ સહિત કુલ 35 ધારાસભ્ય મંત્રી બની શકે છે. ચૂંટણીમાં કોંગ્રેસને 78 અને જેડીએસને 38 બેઠકો મળી છે.

જેડીએસ નેતા કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા 24 કલાકની અંદર સંસદમાં બહુમતી સાબિત કરવાની યોજના બનાવી રહ્યા છે. તો કૉંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને હાલ પણ બેંગાલુરૂની બહાર સ્થિત રિસોર્ટમાં રાખ્યા છે.

આ પહેલા, કુમારસ્વામી આજે સીએમ પદના શપથ લેવાના હતા. પરંતુ, આજે ભૂતપૂર્વ પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે, એટલે હવે શપથગ્રહણ સમારોહ બુધવાર, એટલે કે 23 મે ના રોજ યોજાશે. કુમારાસ્વામીએ જણાવ્યુ કે, "બુધવારના રોજ શપથગ્રહણ છે. ગુરુવારે વિધાનસભાના સ્પીકરની ચૂંટણી યોજાશે અને ત્યારબાદ વિશ્વાસ મતની તારીખ નક્કી કરવામાં
આવશે."

શપથવિધિમાં જોડાઈ શકે છે આ નેતારાહુલ ગાંધી સહિત તમામ કોંગ્રેસી નેતાઓ, કુમારાસ્વામીના શપથગ્રહણ સમારોહ દરમિયાન હાજર રહેશે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

બીજી વખત મુખ્યમંત્રી બનશે કુમારસ્વામી
ભૂતપૂર્વ પીએમ દેવગૌડાના પુત્ર કુમારસ્વામી બીજી વખત મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. આ પહેલાં, તેમણે 4 ફેબ્રુઆરી, 2006 ના રોજ ભાજપના ટેકા સાથે મુખ્યમંત્રી બન્યા હતા. 20 મહિના બાદ તેમની સરકાર ભાંગી ગઇ હતી.

કર્ણાટકને મળી શકે છે બે ડેપ્યુટી સીએમ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બે નાયબમુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. કોંગ્રેસ તરફથી જ્યાં પ્રદેશ અધ્યક્ષ જી પરમેશ્વર ઉપરાંત રાજ્યમાં મુશ્કેલી દરમિયાન રહેલા ડીકે શિવકુમારનું નામ ચર્ચામાં છે.

તો જેડીએસ કોઈપણ મુસ્લિમને નાયબ મુખ્યમંત્રી બનાવવા માંગે છે. આ ઉપરાંત કોંગ્રેસી નેતા અને રાજ્યના વરિષ્ઠ ધારાસભ્ય ડી.વી.દેશપાંડેને વિધાનસભાના સ્પીકરનું પદ આપવામાં આવી શકે છે.
First published: May 21, 2018, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading