કુમારસ્વામીનું વિવાદાસ્પદ નિવેદન : PM મોદીની હાજરી વિક્રમ માટે 'અશુભ' પુરવાર થઈ

News18 Gujarati
Updated: September 13, 2019, 1:04 PM IST
કુમારસ્વામીનું વિવાદાસ્પદ નિવેદન : PM મોદીની હાજરી વિક્રમ માટે 'અશુભ' પુરવાર થઈ
એચડી કુમારસ્વામી અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન મોદી દેશને એવો સંદેશ આપવા માંગતા હતા કે ચંદ્રયાન-2ની સફળતા પાછળ તેમનો હાથ છે : કુમારસ્વામી

  • Share this:
બેંગલુરુ : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) તરફથી ચંદ્રયાન-2 (CHANDRAYAN-2)ના લેન્ડર વિક્રમ (Lander vikram) સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દુનિયાભરથી લોકો ઇસરોના ચંદ્રયાન-2 મિશનના વખાણ કરતાં થાકતાં નથી. લોકોની શુભેચ્છાઓની વચ્ચે કર્ણાટક (Karnataka)ના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી (HD Kumaraswamy)ના નિવેદનના કારણે એક મોટો વિવાદ ઊભો કરી દીધો છે. કુમારસ્વામીએ નિવેદન આપતાં કહ્યું કે, ઇસરોના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી લેન્ડર વિક્રમ માટે 'અશુભ' પુરવાર થઈ. આ કારણ છે કે ચંદ્રયાન-2 મિશનના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ નહોતું થઈ શક્યું.

કુમારસ્વામીએ મૈસૂરમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, હું નથી જાણતો પરંતુ સંભવત: ત્યાં તેમના પગલા મૂકવાનો સમય ઇસરો વૈજ્ઞાનિકો માટે અપશુકન લઈને આવ્યા. તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બરે દેશના લોકોને એવો સંદેશ આપવા માટે બેંગલુરુ પહોંચ્યા કે ચંદ્રયાનના લોન્ચિંગ પાછળ તેમનો હાથ છે, જ્યારે આ પરિયોજના 2008-2009 દરમિયાનની યૂપીએ સરકાર અને વૈજ્ઞાનિકોએ શરૂ કરી હતી.

આ પણ વાંચો, MP: અતિવૃષ્ટિથી ત્રસ્ત લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા!

કુમારસ્વામીએ કહ્યું કે, બિચા વૈજ્ઞાનિકોએ 10થી 12 વર્ષની અથાગ મહેનત કરી. ચંદ્રયાન-2 માટે કેબિનેટની મંજૂરી 2008-09માં આપવામાં આવી હતી અને આજ વર્ષે ફંડ ફાળવવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન ત્યાં પ્રચાર મેળવવા માટે આવ્યા, જાણે ચંદ્રયાન-2નું લોન્ચિંગ તેમના કારણે થયું.

લેન્ડર વિક્રમને બેઠું કરવામાં લાગ્યું NASA, મોકલી રહ્યું છે સંદેશા

ભારતના ચંદ્રયાન-2 (chandrayaan2) મિશન હજુ ખતમ નથી થયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમ (lander vikram)ને ફરી કાર્યરત કરવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NASA) પણ જોડાઈ ગઈ છે. NASAની જેટ પ્રોપલશન લેબોરેટરી (NASA/JPL)એ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. નાસા આ કામ ડીપ સ્પેસ નેટવર્ક (DSN)ના માધ્યમથી કરી રહ્યું છે. અમેરિકાના એક એસ્ટ્રોનોટ સ્કોટ ટિલે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે નાસાએ કેલિફોર્નિયા સ્થિત DSN સ્ટેશનથી લેન્ડર વિક્રમને રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. તેઓએ સિગ્નલને રેકોર્ડ કરી ટ્વિટર પર શેર કરી છે.આ પણ વાંચો, PM મોદીને મળેલી ગિફ્ટ ખરીદવા માંગો છો? 14 સપ્ટેમ્બરથી શરૂ થશે હરાજી
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर