કુમારસ્વામી સોમવારની જગ્યાએ બુધવારે લેશે કર્ણાટક CMના શપથ

News18 Gujarati
Updated: May 20, 2018, 4:38 PM IST
કુમારસ્વામી સોમવારની જગ્યાએ બુધવારે લેશે કર્ણાટક CMના શપથ
54 કલાક તરીકે મુખ્યમંત્રી રહ્યા બાદ ભાજપના નેતા યેદિયુરપ્પાએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ હવે કર્ણાટકની સત્તા પર જેડીએસ અને કોંગ્રેસનું શાસન ચાલશે.

54 કલાક તરીકે મુખ્યમંત્રી રહ્યા બાદ ભાજપના નેતા યેદિયુરપ્પાએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ હવે કર્ણાટકની સત્તા પર જેડીએસ અને કોંગ્રેસનું શાસન ચાલશે.

  • Share this:
54 કલાક તરીકે મુખ્યમંત્રી રહ્યા બાદ ભાજપના નેતા યેદિયુરપ્પાએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ હવે કર્ણાટકની સત્તા પર જેડીએસ અને કોંગ્રેસનું શાસન ચાલશે. કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામી શપથ લેનાર છે. તેમનો શપથ સમય પણ સોમવારે સવારે નક્કી થયો હતો. જોકે, કારણોસર આ સમયમાં પેરફાર આવતા હવે એચડી કુમારસ્વામી બુધપારે મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે.

ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીના જણાવ્યા પ્રમાણે જેડીએસ ગઠબંધન સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ 21મી મેના બદલે 23મી મેના રોજ થનાર છે. આ અંગે કારણ આપતા તેમણે જણાવ્યું હતું કે, 21મી મેના રોજ રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી આ દિવસે શપથ લેવું યોગ્ય ન ગણાય.

આ ઉપરાંત જેડીએસના નેશનલ સેક્રેટરી જનરલ દાનિશ અલીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યા પ્રમાણે એચડી કુમાર સ્વામીને 23 મે બુધવારે બપોરે 12.30 કલાકે મુખ્યમંત્રી પદના શપથ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ શપથ સમારોહમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે.ચેદ્રશેખર રાવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે.

શનિવારે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને શનિવાર રાત્રે અથવા રવિવાર સવારે આમંત્રણ આપશે. આ ઉપરાંત દરેક વિસ્તારના નેતાઓને વ્યક્તિગત રેતી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફોન કરશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસે બહુમતના આંકડા ન હોવાના કારણે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શનિવારે રાજીનામું આપી દીધું. યેદિયુરપ્પાએ બહુમતનો પ્રસ્તાવ રજૂ તો કર્યું, પરંતુ ફ્લોર ટેસ્ટ માટે ન ગયા. આ પહેલા તેમને લગભગ 20 મીનિટ સુધી ભાવૂક સ્પીચ આપી. તેમને કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ વિરૂદ્ધ જનાદેશ છે. જો અમને 113 સીટ મળી હોત તો શનિવારે સ્થિતિ કંઈક અલગ જ હોત. યેદિયુરપ્પાએ 17મેના દિવસે એકલાએ સૌંગધ લીધી હતી.
First published: May 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading