તુલસી ભારતી, કુલ્લુ. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ (Kullu) જિલ્લાનો એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ ભારે ભરખમ સ્કૂટીને (Scooty viral Video) માથે ઉચકીને લઈ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media)માં આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે અને યૂઝર્સ તેને પેટ્રોલના ભાવ સાથે જોડીને જોઈ રહ્યા છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વીડિયોને શૅર કરતા લખ્યું કે પેટ્રોલના ભાવ વધ્યા બાદ તેના પરિણામ સામે આવવાના શરૂ થઈ ગયા છે. વીડિયોને જોઈ લોકો ખૂબ કટાક્ષ કરી રહ્યા છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
મળતી જાણકારી મુજબ, કુલ્લુના રામશિલા ગૈમન બ્રિજની પાસેનો આ વીડિયો છે. તેમાં એક વ્યક્તિ માથે સ્કૂટી ઉચકીને જતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને બાહુબલી પ કહી રહ્યા છે. જોકે, જાણવા મળ્યું છે કે યુવકની સ્કૂટીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું અને પેટ્રોલ પંપ 500 મીટર દૂર હતો. તેથી તેણે સ્કૂટીને માથે ઉચકીને જ ચાલવા લાગ્યો હતો. એવી પણ ચર્ચા થઈ રહી છે કે સ્કૂટ બગડી ગયું હોવાથી આ યુવકે તેને ઉચકીને ચાલી રહ્યો હતો.
આ પણ વાંચો, કોટક મહિન્દ્રા બેન્ક આપી રહી છે SBIથી પણ સસ્તી Home Loan, કેટલી આપવી પડશે EMI
30 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ સ્કૂટીને માથે ઉચકીને પહાડના ઢાળવાળા રસ્તા પર ચાલી રહ્યો છે. કારમાં બેસેલી કોઈ વ્યક્તિએ આ વીડિયોને શૂટ કર્યો છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો તો તે તરત જ વાયરલ થવા લાગ્યો હતો.
આ પણ વાંચો, ડિફેન્સ એક્સપોમાં Kia મોટર્સે આર્મી માટે રજૂ કરી SUV, જાણો આ ખાસ વ્હીકલ વિશે બધું જ
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે કુલ્લુમાં વિરોધ પ્રદર્શન
કુલ્લુ જિલ્લા હેડક્વાર્ટરમાં વધતી મોંઘવારી પર સોમવારે સીપીઆઇએમ પાર્ટીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરીને નારેબાજી કરી. પાર્ટીના જિલ્લા મહાસચિવ હોતમ સિંહ સોંખલાની અધ્યક્ષતામાં ડીસી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેઓએ કહ્યું કે સરકારનો ખજાનો પુંજીપતિઓ લૂંટી રહ્યા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર મનફાવે લાગેલા ટેક્સ ઓછા કરે અને રાહત આપે. CPMના ધારાસભ્ય રાકેશ સિંઘા જનતાઓના મુદ્દાઓને લઈ યાદી તૈયાર કરી છે. એક-એક મુદ્દાને વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.
Published by:Mrunal Bhojak
First published:March 02, 2021, 10:23 am