પોલીસે બે નેપાળી મહિલાઓને પકડી, કારણ જાણીને લાગશે જોરદાર ઝાટકો

પોલીસે બે નેપાળી મહિલાઓને પકડી, કારણ જાણીને લાગશે જોરદાર ઝાટકો
પકડાયેલી મહિલાઓની તસવીર

ગત રાત્રે એટલે કે શુક્રવારે રાત્રે મણિકર્ણ ઘાટીમાં પોલીસે ચરસની મોટી ખેપ પકડી હતી. પોલીસે બે નેપાળી મહિલાઓને 15 કિલોગ્રામ ચરસની ખેપ મારતા રંગેહાથ પકડી હતી.

 • Share this:
  કુલ્લુઃ કુલ્લુ જિલ્લામાં પોલીસ નશા વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. પોલીસે વિવિધ જગ્યાઓ ઉપર નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દીધી છે. અને ચરસના તસ્કરો ઉપર કડક કાર્યવાહી કરી છે. ગત રાત્રે એટલે કે શુક્રવારે રાત્રે મણિકર્ણ ઘાટીમાં (Manikaran Valley) પોલીસે ચરસની (Charas) મોટી ખેપ પકડી હતી. પોલીસે બે નેપાળી મહિલાઓને (two nepali women) 15 કિલોગ્રામ ચરસની ખેપ મારતા રંગેહાથ પકડી હતી.

  મણિકર્ણ પોલીસ ચોકીના પ્રભારી ભૂપસિંહના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાની ટીમ સાથે મોડી રાત્રે સુમારોપાની પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસે એક વાહનની તપાસ કરી હતી. દરમિયાનમાં બે મહિલાઓ પાસેથી 15 કિલો ચરસ મળી હતી. નશાની આ ખેપ નેપાળથી હરિદ્વારના રસ્તે કસોલ પહોંચાડવામાં આવી રહી હતી.  આ પણ વાંચોઃ-HealthTips: થાઇરોઇડનાં દર્દીઓનું વજન વધવા નહીં દે આ 10 સરળ ટિપ્સ

  કુલ્લુના એસપી ગૌરવ સિંહના જણાવ્યા પ્રમાણે શ્રેયા થાપા અને વિષ્ણુ કલા નામની નેપાળી મૂળની મહિલાઓ પાસેથી ચરસનો મોટો જથ્થો પકડાયો હતો. રાત્રે બે વાગ્યે એક ટેક્સીમાં કસોલ તરફ જઈ રહી હતી. પોલીસની ટીમને ગાડીની તપાસ દરમિયાન ચરસનો જથ્થો પ્રાપ્ત થયો હતો.

  આ પણ વાંચોઃ-Tips: આ પાંચ વસ્તુ તમને રાખશે હંમેશા જુવાન, જાણો કેવી રીતે?

  આ પણ વાંચોઃ-Pics: સૂર્યગ્રહણ ઉપર અંધવિશ્વાસની હદ પાર, બાળકોને જીવતા જમીનમાં દાટ્યા

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ નશાની વસ્તુઓના તસ્કરો સામે સતત કડક કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે, બે મહિલાઓએ ચરસને કપડામાં લપેટીને પોતાના શરીર ઉપર સંતાડી દીધી હતી. બંને મહિલાઓ નેપાળના કપિલવસ્તુ વિસ્તારની રહેનારી છે. નવા વર્ષના જશ્ન માટે કુલ્લુ મનાલીમાં વિવિધ જગ્યાઓ ઉપર નાકાબંધ કરીને નશા તસ્કરોને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
  Published by:ankit patel
  First published:December 28, 2019, 16:24 pm

  ટૉપ ન્યૂઝ