Home /News /national-international /Atal Tunnel પાસે સોનિયાના નામની 12 વર્ષ જૂની 'તકતી' લગાવવામાં આવશે, 'ટનલ'નું નામ બદલાશે નહીં

Atal Tunnel પાસે સોનિયાના નામની 12 વર્ષ જૂની 'તકતી' લગાવવામાં આવશે, 'ટનલ'નું નામ બદલાશે નહીં

શું 'ટનલ'નું નામ બદલાઈ જશે?

Atal Tunnel Plaque dispute: કોંગ્રેસે દલીલ કરી હતી કે, 2010માં તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે હકીકતને ભાજપ સરકારે અવગણી હતી. પરંતુ તેને યોગ્ય ક્રેડિટ આપવામાં આવી ન હતી. પરંતુ રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ હવે ટનલ પાસે તકતી લગાવવાની કવાયત શરૂ થવા જઈ રહી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Himachal Pradesh, India
શિમલા: હિમાચલ પ્રદેશના મનાલીથી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને (Union Territory Ladakh) લેહ સાથે જોડતી અટલ ટનલના (Atal Tunnel) નામને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ક્રેડિટ વોર છેડાઈ ગઈ છે. વિશ્વની સૌથી લાંબી 9.02 કિલોમીટર હાઇવે ટનલ તરીકે પ્રમાણિત, અટલ ટનલ 10,000 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી છે. આ ટનલની નેમ પ્લેટને લઈને કોંગ્રેસ અને ભાજપ બંને સામસામે આવી ગયા છે.

ભાજપે નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારને (Congress Government) પણ ચેતવણી આપી છે કે, જો 'અટલ ટનલ'નું નામ બદલવામાં આવશે તો રાજ્યમાં આંદોલન થશે. આ બધાને કારણે ઉભા થયેલા વિવાદ વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારના (Himachal Pradesh Government) મુખીયા સુખવિંદર સિંહ સુખુએ સ્પષ્ટ કર્યું છે કે, ટનલનું નામ બદલવામાં આવશે નહીં. પરંતુ 2010 માં શિલાન્યાસ કરનાર તત્કાલીન કેન્દ્ર સરકારને (Central Government) પણ યોગ્ય ક્રેડિટ આપવી જોઈએ.

આ પણ વાંચો: Atal: અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું થયું એલાન, પંકજ ત્રિપાઠી નિભાવશે પૂર્વ પીએમનું કિરદાર

આ દરમિયાન, કોંગ્રેસની સુખુ સરકાર આવી તે પહેલા જોવામાં આવે તો સુરંગની શાખને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો. મંડી સંસદીય બેઠકની પેટાચૂંટણી દરમિયાન, જે કોંગ્રેસના નેતા પ્રતિભા સિંહે જીતી હતી. તે સમયે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુલદીપ સિંહ રાઠોડે આ તકતી ગુમ હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. સ્થાનિક અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ તકતી એ એજન્સી પાસે હતી જેણે ટનલ બનાવી હતી.

કોંગ્રેસે દલીલ કરી હતી કે, 2010માં તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે હકીકતને ભાજપ સરકારે અવગણી હતી. પરંતુ રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ હવે ટનલ પાસે તકતી લગાવવાની કવાયત શરૂ થવા જઈ રહી છે.

સીએમ સુખુએ તકતીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. આ પછી હવે સ્થાનિક અધિકારીઓએ તકતી શોધવાનું શરૂ કરી દીધું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સૂચનાને પગલે ટૂંક સમયમાં ટનલની નજીક એક તકતી લગાવવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: અટલ ફુટ બ્રિજના ટિકિટના દર કરાયા જાહેર

આ દરમિયાન, હિમાચલ ભાજપે ટનલનું નામ બદલવા માટે આંદોલનની ચીમકી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અટલ સુરંગ પર કેવી રીતે દાવો કરી શકે છે. સોનિયા ગાંધીએ માત્ર 'ભૂમિપૂજન' કર્યું હતું. આ ટનલનું સમગ્ર નિર્માણ કાર્ય અટલ બિહારી વાજપેયી અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન જો સત્તામાં આવ્યા બાદ જોવામાં આવે તો રાજ્યની કોંગ્રેસ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ટનલનું નામ બદલવામાં આવશે નહીં. કુલ્લુના સ્થાનિક સત્તાવાળાઓએ પણ 12 વર્ષ જૂની શિલાન્યાસની તકતીને હટાવીને તેને અટલ ટનલમાં જલ્દી સ્થાપિત કરવાની આશા વ્યક્ત કરી છે.

ટનલનું નામ બદલવાના પ્રયાસોના અહેવાલો વચ્ચે, સીએમ સુખુએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર આમ કરશે નહીં. પરંતુ એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે શિલાન્યાસ કરનારને સામેલ કરવા માટે તકતી બદલવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે, સુરંગનું નામ બદલવામાં આવશે નહીં કારણ કે તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું સન્માન કરે છે. એટલા માટે ટનલનું નામ બદલવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, અમે 'અટલ ટનલ'નું નામ બદલી રહ્યા નથી. પૂર્વ પીએમનું સન્માન કરીએ છીએ… પરંતુ ભાજપે શિલાન્યાસ કરનારાઓની ગરિમા જાળવવી જોઈતી હતી.
First published:

Tags: Atal tunnel, Congress News, Himachal News, Sonia Gandhi

विज्ञापन