કુલગામ એન્કાઉન્ટરમાં 1 લશ્કર કમાન્ડર, 1 વિદેશી આતંકી ઠાર- એકનું સરેન્ડર

News18 Gujarati
Updated: June 24, 2018, 10:21 PM IST
કુલગામ એન્કાઉન્ટરમાં 1 લશ્કર કમાન્ડર, 1 વિદેશી આતંકી ઠાર- એકનું સરેન્ડર
લશ્કર કમાન્ડર શકૂર

  • Share this:
જમ્મુ કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીઓને ઠાર માર્યા છે, જ્યારે ત્રીજાએ આત્મસમર્પણ કરી દીધું છે. મરનાર લશ્કર કમાન્ડરનું નામ શકૂર જણાવવામાં આવી રહ્યું છે.

સુરક્ષાના કારણોના કારણે કુલગામ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અથડામણ દરમિયાન એક 23 વર્ષના યુવાનની પણ મોત થઈ છે અને ઓછામાં ઓછા 15 પ્રદર્શનકારીઓ ઘાયલ થઈ ગયા છે.

આનાથી પહેલા આતંકીઓએ સુરક્ષા દળના પ્રેટ્રોલિંગ કરતાં વાહનો પર હુમલો કર્યો હતો, ત્યાર પછી અથડામણ શરૂ થઈ. સુરક્ષા દળોએ આંતકીની શોધમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ પાછળથી આતંકીએ સરેન્ડર કરી દીધું. જમ્મુ કાશ્મીરના ડીજીપી એસ.પી.વૈદ્યે ટ્વિટ કરીને જાણકારી આપી કે, એન્કાઉન્ટરમાં ત્રણમાંથી બે આતંકીઓને માર્યા ગયાના સમાચાર છે. તે ઉપરાંત તેમને સુરક્ષા દળના સફળ ઓપરેશન માટે શુભેચ્છા પાઠવી હતી.

શુક્રવારે સવારે પણ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અન આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કેટલાક કલાક ચાલેલ અથડામણમાં 4 આતંકીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન આશિક હુસૈન પણ શહીદ થઈ ગયા. તે ઉપરાંત એક નાગરિકનું પણ મોત થઈ ગયું.


જાણતકારી અનુસાર સુરક્ષાદળોને મોડી રાત્રે આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યાર પછી તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ DGP એસી વેદ્યે ટ્વિટ કરીને આતંકીઓના કનેક્શન ISJK સાથે હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ હોવાની છે એવામાં સુરક્ષાદળ આખા રાજ્યમાં એલર્ટ પર છે. અમરનાથ યાત્રાથી પહેલા ગુપ્ત રિપોર્ટ મળી છે કે, આતંકીઓ અમરનાથા યાત્રા રૂટ પર આત્મઘાતી હુમલો કરી શકે છે.

આતંકીઓની હિલચાલના જવાબ આપવા માટે શ્રીનગરમાં NSGના બ્લેક કેટ કમાન્ડોને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. આ કમાન્ડો કોઈપણ સ્થિતિ સાથે લડવા માટે બધી જ રીતે તૈયાર છે. સાથે જ એરપોર્ટની સુરક્ષાની જવાબદારી પણ આ કમાન્ડોને જ આપવામાં આવી છે.
First published: June 24, 2018
વધુ વાંચો
अगली ख़बर