Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ સાથેના ઘર્ષણમાં ત્રણ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળ સાથેના ઘર્ષણમાં ત્રણ આતંકી ઠાર

પ્રતિકાત્મક તસવીર

    જમ્મુ-કાશ્મીરના કુલગામ જીલ્લામાં રવિવાર સવારથી સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ કબ્જે લેવામાં આવ્યા છે.

    પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ છુપાયાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ કુલગામ જીલ્લાના ખુદવાની વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ આ દરમ્યાન ફાયરિંગ શરૂ કરી દેતા તપાસ અભિયાન ઘર્ષણમાં બદલાઈ ગયું. સેના પણ ફાયરિંગનો જબરદસ્ત જવાબ આપી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, હાલમાં પણ આ ઘર્ષણ ચાલુ છે, અને ઘટનાની વિસ્તૃત જાણકારી મળવાની હજુ બાકી છે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે કુલગામ જીલ્લામાં જ હિઝબુલ મુઝાહિદ્દીન (એસએમ)ના આંતકવાદીઓએ એક પોલીસ કોન્સ્ટેબલનું તેના ઘરેથી અપહરણ કરી લીધુ હતું, ત્યારબાદ શનીવારે સાંજે તેની લાસ મળી હતી.

    પ્રવક્તાએ જણાવ્યું કે, તેની લાસ પર ઈજાના નિશાન હતા, જેથી સંકેત મળે છે કે, આતંકવાદીઓએ તેને ખુબ પીડા પહોંચાડી હશે. તેમણે જણાવ્યું કે, કોન્સ્ટેબલ શાહ 2016માં પોલીસ સેવામાં શામેલ થયા હતા અને તે ડીપીએલ પુલવામાં હતા.

    મૃતક કોન્સ્ટેબલના પરિવારમાં તેના ઘરડા માતા-પિતા, બે ભાઈ અને એક બહેન છે, અને તે તેના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ હતો. તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં મામલો નોંધવામાં આવ્યો હતો અને કોન્સ્ટેબલની હત્યા કરનારા અપરાધિઓની ધરપકડ કરવાની કોશિસ ચાલી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Down, Kulgam, Security forces, એન્કાઉન્ટર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन