કોંગ્રેસને તોડવાના ષડયંત્રમાં લાગ્યા છે ગુલાબ નબી આઝાદ, ગાંધી પરિવાર સાથે ગદ્દારી કરી: કુલદીપ બિશ્નોઈ

કોંગ્રેસને તોડવાના ષડયંત્રમાં લાગ્યા છે ગુલાબ નબી આઝાદ, ગાંધી પરિવાર સાથે ગદ્દારી કરી: કુલદીપ બિશ્નોઈ

કુલદીપ બિશ્નોઈએ કહ્યું- તમારો શું ઇતિહાસ છે? તમે આખા જીવનમાં ફક્ત ત્રણ ચૂંટણી જીત્યા છો. જે ગાંધી પરિવારે તમને પાંચ વખત રાજ્યસભા માટે મનોનીત કર્યા છે. તમે તે પરિવાર વિરુદ્ધ વાત કરી રહ્યા છો

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસની (Congress) વર્તમાન સ્થિતિ પર પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કરેલા નિવેદન પર કોંગ્રેસ કાર્ય સમિતિના વિશેષ આમંત્રિત સદસ્ય કુલદીપ બિશ્નોઈએ (Kuldeep Bishnoi)આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ વિરોધી દળો સાથે મળીને કોંગ્રેસને તોડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. તેમણે આઝાદ પર ગાંધી પરિવાર સાથે ગદ્દારી કરવાનો પણ આરોપ લગાવ્યો છે અને કહ્યું કે કોંગ્રેસ નેતા અને કાર્યકર્તા તેમના આ ષડયંત્રને સફળ થવા દેશે નહીં.

  હરિયાણા પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિશ્નોઈએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે આઝાદ સાહેબનું (Ghulam Nabi Azad) નિવેદન સાંભળ્યું જેનાથી ઘણો હેરાન થયો. દુખ થયું અને ગુસ્સો પણ આવ્યો. આટલા વરિષ્ઠ નેતા સાર્વજનિકરુપથી આ રીતનું નિવેદન કરે. તેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે.

  તેમણે સવાલ કર્યો કે આઝાદ સાહેબ કહે છે કે પાર્ટીમાં નીચેથી લઈને ઉપર સુધી ચૂંટણી થવી જોઈએ. હું તેમને પુછવા માંગીશ કે જ્યારે તેમને જમ્મુ કાશ્મીર યુવા કોંગ્રેસના અધ્યક્ષ નિયુક્ત કરાયા તો તે સમયે તેમણે ચૂંટણીની વાત કેમ ના કરી? જે સમયે તેમને ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ નિયુક્ત કર્યા તો તે સમયે ચૂંટણીની વાત કેમ ના કરી?  કુલદીપ બિશ્નોઈએ આરોપ લગાવ્યો છે કે આઝાદ સાહેબ તમે ફક્ત પાર્ટી તોડવાનું ષડયંત્ર વિપક્ષી દળો સાથે મળીને કરી રહ્યા છો. અમે તમારા આ ષડયંત્રને સફળ થવા દઈશું નહીં. તેમણે કહ્યું કે તમારો શું ઇતિહાસ છે? તમે આખા જીવનમાં ફક્ત ત્રણ ચૂંટણી જીત્યા છો. જે ગાંધી પરિવારે તમને પાંચ વખત રાજ્યસભા માટે મનોનીત કર્યા છે. તમે તે પરિવાર વિરુદ્ધ વાત કરી રહ્યા છો. તમારા કરતા ચૂંટણી મેં જીતી છે. મેં છ ચૂંટણી જીતી છે.

  આ પણ વાંચો - આ ઘઉંની ખેતી તમને બનાવશે માલામાલ, એક જ સિઝનમાં થશે જોરદાર નફો, જાણો કેવી રીતે

  હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર બિશ્નોઈએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તમને કોઈ પુછતું નથી અને તમે અહીં સલાહ આપો છો. તમને હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પ્રભારી બનાવ્યા હતા. તમે નાવ ડુબાડી દીધી. જો તમારા બદલે કોઈ બીજા પ્રભારી હોત તો આજે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હોત. તમે ગાંધી પરિવાર સામે ગદ્દારી કરો છો. ઇન્દીરા જી અને રાજીવ જી એ દેશ માટે જીવ આપ્યો. સોનિયા જી એ કોંગ્રેસને મજબૂત કરવા માટે અધ્યક્ષ પદનો સ્વીકાર કર્યો. આજે રાહુલ જી કોંગ્રેસને મજબૂત કરવા માટે આખા દેશમાં ફરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી પણ પાર્ટીને મજબૂત કરવામાં લાગ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: