20 રૂપિયામાં રોજ 70,000 લોકોને ભરપેટ ભોજન આપે છે કેરળની આ હોટલ ચેઇન, કોરોના કાળ રહી હતી Hit

News18 Gujarati
Updated: October 30, 2020, 7:20 PM IST
20 રૂપિયામાં રોજ 70,000 લોકોને ભરપેટ ભોજન આપે છે કેરળની આ હોટલ ચેઇન, કોરોના કાળ રહી હતી Hit
જનકિયા હોટલોની સ્થાપના એલડીએફ સરકારના હંગર ફ્રી કેરળ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી હતી.

જનકિયા હોટલોની સ્થાપના એલડીએફ સરકારના 'હંગર ફ્રી કેરળ' પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી હતી. આજે તે મહિલા સશક્તિકરણની સાથે અનેક લોકોને ભરપેટ ભોજન કરાવી રહી છે.

  • Share this:
તિરુવનંતપુરમ : ખાવાની વસ્તુઓના વધતા ભાવ અને મોંઘવારીની મુશ્કેલી વચ્ચે જ્યાં બે ટંકનું ખાવાનું અનેક લોકો માટે મુશ્કેલીનો સવાલ બન્યો છે. ત્યારે કેરળની ખાલી 20 રૂપિયામાં એક હોટલ લોકોને ટેસ્ટી અને પૌષ્ટીક ભોજન કરાવે છે. કેરળની આ હોટલ ચેન હાલ આટલા સસ્તા રૂપિયામાં ભોજન આપવા માટે પ્રસિદ્ધી મેળવી રહી છે. અને સૌથી મોટી વાત એ છે કે આ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ પણ થઇ રહ્યું છે. મહિલાઓના નેટવર્ક કદમશ્રી દ્વારા સંચાલિત 'જનકિયા હોટલ્સ' ખાલી 20 રૂપિયામાં રોજ 70 હજાર લોકોને ભોજન આપે છે.

કેરળમાં હાલ આ કદમશ્રી ગરીબી નિવારણ મિશન અને રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણનું સૌથી સફળ મોડલ સાબિત થયું છે. કદમાશ્રી સ્વયંસેવકો દ્વારા આ પરવડે તેવી હોટલો દ્વારા 20 રૂપિયામાં ફૂડ પેકેટનું વેચાણ કોરોના કાળમાં લોકોમાં ખૂબ પ્રખ્યાત બન્યું હતું. કદમશ્રીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ હરિકિશોરનું કહેવું છે કે આ મિશનન માટે ઐતિહાસિક ઉપલબ્ધિ તે છે કે મહામારી અને લોકડાઉન વચ્ચે પણ આ હોટલની સંખ્યા 700થી પાર જતી રહી.

હંગર ફ્રી કેરળ' પ્રોજેક્ટ અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે 'પીટીઆઈ-ભાષા' ને કહ્યું, 'જાનકીયા હોટેલ્સ 20 રૂપિયાના સસ્તા દરે સરેરાશ 70,000 ફૂડ પેકેટ આપે છે. અમે સાબિત કર્યું છે કે લોકડાઉન સમયે પણ અમે ગુણવત્તાયુક્તવાળું ખોરાક પ્રદાન કરી શકીએ છીએ. ઘરે કામ કરતી પદ્માવતીએ કહ્યું કે રોગચાળા દરમિયાન, તેમને ઘણા દિવસોથી ફક્ત હોટલનો ટેકો હતો. જનકિયા હોટલોની સ્થાપના એલડીએફ સરકારના 'હંગર ફ્રી કેરળ' પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી હતી.

વધુ વાંચો : તમારી આઇબ્રોના શેપથી જાણો કેવી છે તમારી પર્સનાલિટી

નોંધનીય છે કે 2020-21 માટે રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે નાણાં પ્રધાન ટી.એમ. થોમસ ઇસાકે કહ્યું હતું કે રાજ્ય સરકાર સામાન્ય લોકો માટે એક હજાર હોટલો ખોલશે, જ્યાં સબસિડીવાળા દરે ભોજન આપવામાં આવશે. અહીં અનેક મહિલાઓ આ ભોજન બનાવીને વેચે છે. આનાથી આ મહિલાઓને પણ આર્થિક મદદ અને કામ મળે છે.
અને બીજી તરફ જરૂરિયાતમંદ લોકોને ઓછા ખર્ચે સારું ભોજન મળે છે. કેરળમાં હાલ ઠેરઠેર આ 'જાનકીયા હોટેલ્સ' અનેક લોકો માટે ભરપૂટ ભોજન મેળવવાનું મહત્વનું કેન્દ્ર બનીને ઊભર્યું છે. અને લોકોને આ ખોરાકનો ટેસ્ટ પણ પસંદ આવી રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: October 30, 2020, 7:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading