Home /News /national-international /Success story: જમીન ગીરવે મુકીને દીકરી કૃતિ રાજને મોકલી ઓકલેન્ડ, સાથે લઈને આવી 6 ગોલ્ડ મેડલ
Success story: જમીન ગીરવે મુકીને દીકરી કૃતિ રાજને મોકલી ઓકલેન્ડ, સાથે લઈને આવી 6 ગોલ્ડ મેડલ
કૃતિ રાજ
Bihar Athlete Kriti Raj: પાંચ બહેનોમાં કૃતિ સૌથી નાની છે. ત્રણ ભાઈઓ ભણી રહ્યા છે. કૃતિએ 10મું ધોરણ ઇન્ફન્ટ જીસસ એકેડમી ખુસરુપુરમાંથી પાસ કર્યું છે. પછી બીડી પબ્લિક કોલેજમાંથી તેણે ઇન્ટરમીડિયેટનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ગુવાહાટીમાંથી BPEd કરી રહી છે.
નવી દિલ્હી: ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં 28 અને 29 નવેમ્બરે યોજાયેલી જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં બિહારની રાજધાની પટનાની પુત્રી કૃતિ રાજ સિંહે દેશનું નામ રોશન કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં યોજાયેલી સબ-જુનિયર પાવરલિફ્ટિંગ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કૃતિએ છ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેની જીતથી દેશના સન્માનમાં વધારો થયો છે. આ સ્પર્ધામાં વિજય નોંધાવીને કૃતિ રાજ પટના પહોંચી હતી. આજે જ્યારે કૃતિ રાજ સિંહ મેડલ જીતીને પોતાની ઘરે પરત ફરી ત્યારે તેના પિતાની આંખો ખુશીથી ચમકી ઉઠી હતી. તેનું કહેવું છે કે, તેમણે પોતાની દીકરીને આ ચેમ્પિયનશિપમાં મોકલવા માટે પોતાની જમીન ગીરવે મૂકી હતી.’
પાંચ બહેનોમાં કૃતિ સૌથી નાની છે
પાંચ બહેનોમાં કૃતિ સૌથી નાની છે. ત્રણ ભાઈઓ ભણી રહ્યા છે. કૃતિએ 10મું ધોરણ ઇન્ફન્ટ જીસસ એકેડમી ખુસરુપુરમાંથી પાસ કર્યું છે. પછી બીડી પબ્લિક કોલેજમાંથી તેણે ઇન્ટરમીડિયેટનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ગુવાહાટીમાંથી BPEd કરી રહી છે.
પટના એરપોર્ટ પર કૃતિના પરિવાર સહિત લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. લોકોએ કૃતિનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કૃતિ રાજ એક ખેડૂતની દીકરી છે. પિતા લલન સિંહ અને માતા સુનૈના દેવીએ કૃતિનું મોં મીઠુ કરાવ્યું હતું. આ દરમિયાન કૃતિએ કહ્યું કે, ‘મને આશા નહોતી કે હું 6 ગોલ્ડ મેડલ લાવીશ.’ એક ગોલ્ડ મેટલનો તો મને વિશ્વાસ હતો. મને નાનપણથી જ રમતગમતનો શોખ છે. હું જીમમાં જતી હોઉ છું, જ્યાં વેઈટ લિફ્ટિંગ કરવા માટે કરણ કુમારે મને પ્રોત્સાહિત કરી હતી. ત્યારે તેમની દેખરેખ હેઠળ આજે હું આ સ્થાને સુધી પહોંચી છું.
કૃતિ રાજ સિંહની સફળતા પાછળ તેના પિતા અને કોચનો મોટો ફાળો રહેલો છે. આ જ કારણ છે કે તે આનો શ્રેય તેના આખા પરિવાર અને તેના કોચ કરણને આપી રહી છે. પિતા લલન સિંહે તેમની પુત્રીને ઓકલેન્ડ મોકલવા માટે તેમનું ખેતર ગીરવે મુક્યું હતું. ત્યારે કૃતિની માતાએ કહ્યું કે, ‘તે પોતે ભણેલી નથી, પરંતુ તેણે હંમેશા તેના તમામ પુત્રો અને પુત્રીઓને શિક્ષિત કરવા અને તેમના લક્ષ્યને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કર્યો છે.’ કૃતિએ તેના માતા-પિતાના સંઘર્ષને એળે નથી જવા દીધો.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર