Home /News /national-international /મજૂર બની ગયો મોડલ: 60 વર્ષના મજૂરનું ભાગ્ય એવું બદલાયું કે લોકો ઓળખી પણ ન શક્યા

મજૂર બની ગયો મોડલ: 60 વર્ષના મજૂરનું ભાગ્ય એવું બદલાયું કે લોકો ઓળખી પણ ન શક્યા

મમ્મિક્કા પોતાને મળેલી સફળતાથી ખૂબ જ ખુશ છે

daily wage labor mammikka model - ભાગ્ય ક્યારે બદલાઈ જાય તેની કોઈ જાણ હોતી નથી. ભાગ્ય રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે

ભાગ્ય ક્યારે બદલાઈ જાય તેની કોઈ જાણ હોતી નથી. ભાગ્ય રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. ભાગ્ય સાથે જોડાયેલો આવો જ કિસ્સો કેરળમાં જોવા મળ્યો છે. આ વાત કેરળના કોઝિકોડ (Kozhikode)ના રહેવાસી 60 વર્ષીય મમ્મિક્કા (Mammikka)ની છે. રોજનું કમાઈને, રોજનું ખાતા લોકોમાં મમ્મિક્કાનો સમાવેશ થતો હતો. તેને ઓળખતા લોકો હંમેશાં તેને જૂની લુંગી અને શર્ટમાં જોતા હતા. પણ એક દિવસ તેનું નસીબ બદલાઈ ગયું અને તેની તસવીર જોઈને લોકોને વિશ્વાસ જ ન બેઠો કે તે એ જ મમ્મિક્કા છે જેના વિખરાયેલા વાળ અને આડેધડ વધેલી દાઢીમાં જોતા હતા. સૂટ-બૂટ, આંખો પર બ્રાન્ડેડ ચશ્માં, સરસ રીતે બનાવેલી દાઢી અને અલગ જ લુકમાં જોવા મળેલા મમ્મિક્કાને જોઈ કોઈ તેમને રોજમદાર મજૂર હોવાનું કહી ન શકે.

ફોટોગ્રાફરની પરખે બદલી નાખ્યું ભાગ્ય

ઘણા સમય પહેલા કોઝિકોડના ફોટોગ્રાફર શારીક વાયલીલ (Shareek Vayalil)ની નજર મમ્મિક્કા પર પડી હતી. તેને મમ્મિક્કામાં સાઉથના એક્ટર વિનાયકન (Actor Vinayakan)ની ઝલક મળી હતી. જેથી તેણે મમ્મિક્કાનું ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું હતું. મમ્મિક્કાની કેટલીક તસવીરો શારીકે સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે થોડા સમયમાં જ વાયરલ થઇ ગઇ હતી.

જોરદાર મેકઓવર

શારિક કહે છે કે, જ્યારે તેને સ્થાનિક ફાર્મ માટે એસાઇનમેન્ટ મળ્યું ત્યારે તેના મગજમાં માત્ર મમ્મિક્કાનો ખ્યાલ આવ્યો હતો. આ શૂટ માટે તેનો સુપર ગ્લેમર મેકઓવર કરવામાં આવ્યો હતો. આર્ટિસ્ટ મજનસે મમ્મિક્કાનો મેકઓવર કર્યો હતો. આશિક ફુઆદ અને શબિબ વાયલિલ આ પ્રોજેક્ટમાં મેકઅપ આસિસ્ટન્ટ હતા.

આ પણ વાંચો - Ukraine-Russia War: શું છે યૂક્રેન-રશિયા વિવાદ? જેના કારણે સેવાઇ રહી છે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા




સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી

અત્યારે મમ્મિક્કાનું ઇન્સ્ટાગ્રામ પેજ છે. જ્યાં તે સામાન્ય કપડાંમાં તેમજ મેકઓવરમાં તેની તસવીરો શેર કરે છે. હવે તે કોઝિકોડનો હીરો બની ગયો છે

સફળતા મળ્યાનો આનંદ

મમ્મિક્કા પોતાને મળેલી સફળતાથી ખૂબ જ ખુશ છે. તેનું કહેવું છે કે, જો તેની પાસે મોડલિંગની ઓફર હશે તો તે પોતાના હાલના કામની સાથે મોડલિંગ પણ કરશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Modelling, Social media, કેરલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन