Home /News /national-international /કોઝિકોડ વિમાન દુર્ઘટના : તમામ યાત્રિકોને બહાર કઢાયા, 'Sword of honor' વિજેતા પાયલટ કેપ્ટન સાઠેનું મોત
કોઝિકોડ વિમાન દુર્ઘટના : તમામ યાત્રિકોને બહાર કઢાયા, 'Sword of honor' વિજેતા પાયલટ કેપ્ટન સાઠેનું મોત
વિમાનના બે ટૂકડા થઈ ગયા હતા.
કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પૂર્વ પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે (Captain Deepak Vasant Sathe) સહિત બંને પાયલટના મોત થયા છે. કેપ્ટન સાઠે 'Sword of honor' વિજેતા હતા અને વાયુસેના એકેડેમીએ તેમને સન્માનિત કર્યા હતા.
નવી દિલ્હી : કેરળ (Kerala)ના કોઝિકોડ એરપોર્ટ (Kozhikode Airport) પર શુક્રવારે સાંજે એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express)નું એક વિમાન રનવે પરથી લપસીને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. લપસી ગયા બાદ વિમાન ક્રેશ થઈ ગયું હતું અને ખીણમાં પડીને બે ટૂકડા થઈ ગયા હતા. DGCAના જણાવ્યા પ્રમાણે વિમાનમાં 191 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં પાયલટ, સહ-પાયલટ સહિત 17 લોકોનાં મોત થયા છે. વિમાનમાં સવાર ચારેય ક્રૂ સલામત છે. જ્યારે 15 મુસાફર ગંભીર રીતે ઘાયલ છે. 121 મુસાફરોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દુર્ઘટના બાદ શુક્રવારે મોડી રાત સુધી બચાવકાર્ય શરૂ રહ્યું હતું. રાત્રે જ તમામ મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કેરળના મુખ્યમંત્રી પી વિજયને રાહત તેમજ બચાવકાર્ય પૂર્ણ થવા અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ઘાયલોને મલ્લપુરમ અને કોઝિકોડની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યાત્રિકોને કાઢી લીધા બાદ હવે વિમાનનો કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ સીએમ વિજયન સાથે વાચતીચ કરી
કોઝિકોડ એરપોર્ટ ખાતે વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પી વિજયન સાથે વાતચીત કરી હતી અને દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. પીએમ મોદીએ કહ્યુ, "કોઝિકોડમાં થયેલી વિમાન દુર્ઘટનામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. મેં મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને પ્રભાવિત લોકોની મદદ કરી રહ્યા છે.
Kerala: Minister of State for External Affairs V Muraleedharan reaches #Kozhikode where Air India flight (IX-1344) crash-landed yesterday.
17 people including two pilots have lost their lives in the incident. Injured are admitted to hospitals in Malappuram & Kozhikode. pic.twitter.com/DimUR6tAhU
એર ઇન્ડિયા પાસેથી મળેલી માહિતી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 નવજાત, 6 ક્રૂ મેમ્બર સહિત 191 લોકો સવાર હતા. રાહત અને બચાવકામ માટે કોઝિકોડથી એક એનડીઆરફની ટીમ પણ રવાના કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે કેરળમાં ભારે વરસાદને કારણે રન વે પર પાણી ભરાયું હતું. આ કારણે પ્લેન રન વેથી આગળ નીકળી ગયું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.
Sword of honor વિજેતા પાયલટ કેપ્ટન સાઠેનું મોત
કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પૂર્વ પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે (Captain Deepak Vasant Sathe) સહિત બંને પાયલટના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેપ્ટન સાઠે એક પૂર્વ વાયુસેના પાયલટ હતા. કેપ્ટન સાઠે 'Sword of honor' વિજેતા હતા અને વાયુસેના એકેડેમીએ તેમને સન્માનિત કર્યા હતા. તેઓએ ફાઇટર પાયલટનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેઓ એચએએલના ટેસ્ટેડ પાયલટ હતા. તેઓ 310s અને 777s પર હતા અને તેમને AI એક્સપ્રેસ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
હેલ્પલાઇન નંબર જાહેર
વિમાન દુર્ઘઠના બાદ દુબઇ સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 0565463903, 0543090572, 0543090572, 0543090575 નંબર પર ફોન કરીને ઘાયલો અંગે જાણકારી મેળવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર