કેરળ દુર્ઘટના : મથુરા નિવાસી પાયલટના ઘરે માતમ, પ્રેગનેન્ટ પત્નીની 10 દિવસ પછી ડિલિવરી

News18 Gujarati
Updated: August 8, 2020, 3:51 PM IST
કેરળ દુર્ઘટના : મથુરા નિવાસી પાયલટના ઘરે માતમ, પ્રેગનેન્ટ પત્નીની 10 દિવસ પછી ડિલિવરી
અખિલેશ શર્માના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.

અખિલેશ શર્માના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા, પત્ની 10 દિવસ પછી બાળકને જન્મ આપવાની છે.

  • Share this:
નિતિન ગૌતમ, મથુરા : કેરળ સ્થિત કોઝિકોડ (Kozhikode, Kerala)માં દુર્ઘટનાનો શિકાર બનેલા એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનના પાયલટ મથુરા નિવાસી અખિલેશ શર્માના પરિવારની ખુશી છીનવી લીધી છે. અભિલેશન પત્ની મેઘા પ્રેગનેન્ટ છે. 10 દિવસ પછી તેની ડિલીવરી છે. પરિવારમાં ખુશી મનાવવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ આ પહેલા જ અખિલેશના મૃત્યુના સમાચાર આવ્યા છે. આ કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પરિવાર વિશ્વાસ નથી કરી શકતો કે હવે તેનો દીકરો આ દુનિયમાં નથી રહ્યો.

પાયલટ અખિલેશ શર્માના મોતની જાણકારી મળતા જ મથુરાના ગોવિંદનગર વિસ્તારના જન્મભૂમિ પાસે સ્થિત ઘરમાં માતમ છવાઈ ગયો હતો. જે બાદમાં આખો માહોલ ગમગીન બની ગયો હતો. ગોવિંદ નગર ક્ષેત્રના પોતરા કુંડ નિવાસી 32 વર્ષીય અખિલેશ શર્મા એર ઇન્ડિયામાં કો-પાયલટ હતો. શુક્રવારે કોઝિકોડ સ્થિત કરીપુર એરપોર્ટ પર એર ઇન્ડિયા વિમાનને નડેલી દુર્ઘટનામાં તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : ટ્રેન-બસમાં કઈ સીટ પર બેઠેલા વ્યક્તિને કોરોનાનો ચેપ લાગવાનું સૌથી વધારે જોખમ?

અખિલેશ શર્માના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. અખિલેશની પત્ની હાલ પ્રેગનેન્ટ છે. પરિવારનું કહેવું છે કે તે લૉકડાઉન પહેલા ઘરે આવ્યો હતો. અખિલેશના પરિવારમાં બે ભાઈ, એક બહેન, પત્ની મેઘા અને માતાપિતા છે.

વીડિયો જઓ : વાપીની કંપનીમાં ભીષણ આગ
કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું

શુક્રવારે કેરળના કોઝિકોડ એરપોર્ટ (Kozhikode Airport) ખાતે રન વે પરથી સ્લીપ થઈને ખાઈમાં પડેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યાં છે. DFDR (Digital Flight Data Recorder) અને CVR (Cockpit Voice Recorder) પ્લેન અંગેની ખૂબ જ મહત્ત્વની વિગતો સ્ટોર કરે છે. રેકોર્ડરમાં પ્લેન કેટલી ઊંચાઈ પર, કેટલી ઝડપે કયા વિસ્તારમાં ઉડી રહ્યું છે સહિતની માહિતી રેકોર્ડ થાય છે. એટલું જ નહીં આ રેકોર્ડરમાં પાઇટ્સની વાતચીત પણ રેકોર્ડ થાય છે.
Published by: Vinod Zankhaliya
First published: August 8, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading