કોઠામંગલમમાં એક યુવકે ઘરમાં ઘુસી મેડિકલ સ્ટુડન્ટની ગોળી મારી હત્યા કરી દીધી

નેલ્લિકુઝીમાં એક કોલેજની વિદ્યાર્થીની યુવકે ગોળી મારી હત્યા કરી દીધી

યુવક અચાનક ઘરમાં ઘુસી ગયો અને અચાનક ફાયરીંગ શરૂ કરી વિદ્યાર્થીનીની મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 • Share this:
  કોચ્ચિ: કોઠમંગલમના નેલ્લિકુઝીમાં એક કોલેજની વિદ્યાર્થીની યુવકે ગોળી મારી હત્યા કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ માઇલ 2, નારથ, કન્નૂરની 24 વર્ષીય પીવી મનાસા તરીકે થઈ છે, જે નેલીકુઝીમાં ઈન્દિરા ગાંધી ડેન્ટલ કોલેજમાં હોમ સર્જરીની સ્ટુડન્ટ હતી. મૂળ કન્નુરના રહેવાસી રહીન નામના યુવકે વિદ્યાર્થીનીની ગોળી મારી હત્યા કરી દીધી છે. .

  પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે જ્યારે પીવી મનસા નામની વિદ્યાર્થીની પોતાની સહેલીઓ સાથે ઘરમાં હતી, ત્યારે રહીન નામનો યુવક અચાનક ઘરમાં ઘુસી ગયો અને અચાનક ફાયરીંગ શરૂ કરી વિદ્યાર્થીનીની મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ યુવકે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની અન્ય યુવતીઓ ગભરાઈ ગઈ હતી. આ મામલે કોલેજ તંત્ર અને પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી અનુસાર, યુવક કનુરથી મનાસાને મારવા માટે આવ્યો હતો. પોલીસે હાલમાં યુવતી અને યુવકની લાશને પીએમ માટે ખસેડી છે. પોલીસ હવે કેમ યુવકે યુવતીની હત્યા કરી તે મામલે તપાસ શરૂ કરશે. પહેલી નજરથી પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.

  આ પણ વાંચોસેલ્ફીના બહાને પત્નીને ધોધની નજીક લઈ ગયો, અને ધક્કો મારી દીધો, એક મહિના પહેલા જ કર્યા હતા લગ્ન

  ઉલ્લેખનીય છે કે, ગઈકાલે  ઉત્તર પ્રદેશના સોનભદ્રથી પણ આવી એક હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં મહિલાના પતિએ જ તેની પત્નીની હત્યા કરી હતી. શક્તિનગર પોલીસે કોલ ડિટેઇલના આધારે પતિ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી અને મામલાનો ખુલાસો કર્યો છે. આશા કુમારીના પતિએ તેને ફરવા જવાના બહાને ફોન કરી બોલાવી વોટરફોલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના એટલી સફાઈથી અંજામ આપવામાં આવ્યો કે, કોઈને પણ ખબર પડી ના શકી. પત્નીની હત્યા કર્યા પછી પતિ ખૂબ જ આરામથી બિહાર જવા નિકળી ગયો અને પોતાના ઘરે પહોંચી ગયો.

  આ પણ વાંચોISIના ઈશારે ભારતમાં ડ્રગ સપ્લાય કરતો શાહિદ સુમરા દિલ્હીથી દબોચાયો, ATSએ અનેક ખુલાસા કર્યા

  આ અંગેની માહિતી આપતાં પોલીસ અધિક્ષક અમરેન્દ્ર પ્રસાદસિંહે જણાવ્યું હતું કે, શક્તિનગરની રાજકિશન કોલોનીમાં રહેતા શંકરકુમારે તેની બહેન આશા કુમારીના ગાયબ થવા અંગે અરજી આપી હતી. આ પછી પોલીસે તાત્કાલિક નોટિસ લીધી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. અધિક પોલીસ અધિક્ષક હેડક્વાર્ટર વિનોદ કુમાર અને સર્કલ ઓફિસર પીપરી વિજય શંકર મિશ્રા દ્વારા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગુમ થયેલી આશા દેવીના પતિ સંજીત કુમાર 16 જુલાઇના રોજ શક્તિનગર આવ્યા હતા અને બસ સ્ટેન્ડ પાસેની હોટલમાં રોકાયા હતા. સખત પૂછપરછ પર, તેમણે કબુલ્યું કે, તેની પત્ની રાસકંદા ધોધ બતાવવા લઈ ગયો હતો. જ્યાં તેને સેલ્ફી લેવાના બહાને ધોધમાં ધક્કો મારી દીધો હતો
  Published by:kiran mehta
  First published: