યુવકની ગોળી મારી હત્યા, CCTV ફુટેજથી થયો ચોંકાવનારો ખુલાસો

યુવકની ગોળી મારી હત્યા, CCTV ફુટેજથી થયો ચોંકાવનારો ખુલાસો
ગાડીના ફાઇનાન્સ મામલે વિવાદ થતાં મિત્ર પર પહેલાં ચાકૂથી હુમલો કર્યો અને બાદમાં ગોળી ધરબી દીધી

ગાડીના ફાઇનાન્સ મામલે વિવાદ થતાં મિત્ર પર પહેલાં ચાકૂથી હુમલો કર્યો અને બાદમાં ગોળી ધરબી દીધી

 • Share this:
  કોટા : રાજસ્થાન (Rajasthan)માં કોટા (Kota) જિલ્લાના કૈથૂનીપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની ગોળી મારીને હત્યા (Murder) કરી દેવામાં આવી. હત્યાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થઈ ગઈ. જેનો વીડિયો (Video) હવે સામે આવ્યો છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફાયરિંગ પહેલા યુવક પર ચાકૂથી હુમલો કર્યો હતો. ઘટના ગત મંગળવારની શ્રીપુરા મછલી માર્કેટની છે.

  મિત્રોએ જ કરી હતી હત્યા  નોંધનીય છે કે, મછલી માર્કેટમાં મીટની દુકાન ચલાવતાં શાકિર પર અમન બચ્ચા અને તેના સાથીઓએ હુમલો કર્યો હતો. પહેલા ચાકૂથી હુમલો કર્યો અને પછી ગોળી મારીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ પકડાઈ જવાના ડરથી ઘટનાસ્થળે ફરાર થઈ ગયો. જોકે, હત્યાની આ લાઇવ તસવીર ત્યાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ. નોંધનીય છે કે, જે વીડિયો સામે આવ્યો છે, તેમાં બદમાશોના હાથમાં ચાકૂ છે. બદમાશોએ ચાકૂથી યુવક પર હુમલો કરી પહેલા તો ગંભીર રીતે ઘાયલ કરી દીધો. ત્યારબાદ સાથે લાવેલી બંદૂકથી ગોળી મારીને તેની હત્યા કરી દીધી.

  ગાડીના ફાઇનાન્સને લઈને થયો હતો વિવાદ

  ઘટનાની જાણ થતાં જ શાકિરના પરિજનો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને એમબીએસ હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. મૃતકના ભાઈ અશફાકે જણાવ્યું કે ગાડીના ફાઇનાન્સને લઈને કોઈ વાત હતી, જેની પર અમન અને તેના બે-ત્રણ મિત્રો દુકાન પર આવ્યા હતા. આ દરમિયાન તેઓ તેમના ભાઈ સાથે ઝઘડો કરી રહ્યા હતા. તેણે એ લોકોને પહેલા તો સમજાવ્યા અને મામલો શાંત કરાવી દીધો, પરંતુ બાદમાં અમન પોતાના બીજા મિત્રોની સાથે ત્યાં પહોંચ્યો અને શાકિર સાથે મારપીટ શરૂ કરી દીધી. ત્યારબાદ ઉશ્કેરાઈને શાકિર પર હુમલો કરી દીધો. આ દરમિયાન ઘણી વાર સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. ત્યારબાદ બદમાશોએ શાકિર પર ફાયરિંગ કર્યું, જેના કારણે તેનું મોત થઈ ગયું.

  બીજી તરફ, હત્યાની ઘટના બાદ હૉસ્પિટલમાં મૃતકના પરિજનોએ જોરદાર હોબાળો કર્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને સમજાવટ કરી. હાલ, કૈથૂનીપોલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

  આ પણ વાંચો,

  લસણ ચોરને ખેડૂતોએ નગ્ન કરીને ફટકાર્યો, વીડિયો થયો વાયરલ
  ધારાસભ્યની ઑફિસ પાસે જ ફાયરિંગ કરીને વેપારીને લૂંટ્યો, ઘટના CCTVમાં કેદ
  Published by:Mrunal Bhojak
  First published:January 08, 2020, 15:09 IST